વાંકાનેર: સરતાનપર રોડ ઉપર પેપરમિલમાં ડમ્પર હડફેટે લેતે યુવાનનું મૃત્યુ

વાંકાનેર : સરતાનપર રોડ ઉપર આવેલ સોપરાઈટ પેપરમિલમાં રહેતા અને કામ કરતા મૂળ મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના વતની આદેશ જમાદારભાઈ પાવરા ઉ.25 ને જીજે – 13 – એડબ્લ્યુ – 3529 નંબરના ડમ્પર ચાલકે હડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોચાડતા મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતના આ બનાવ અંગે મૃતકના પિતા જમાદારભાઈ રાયસિંગભાઈ પાવરાએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી […]

સિરામિક ફેક્ટરીમાંથી પ્લેટીનીયમ અને કોપર વાયર ચોરતી ત્રિપુટી ઝડપાઈ

દિવસે રેકી કરીને રાતના સમયે ચોરી કરતા : ચોરાવ મુદ્દામાલ ખરીદતો મોરબીનો ભંગારના ડેલાવાળો પણ પોલીસ ગિરફતમાં વાંકાનેર : વાંકાનેર તાલુકાના ઢુવા વિસ્તારની અલગ અલગ સિરામિક કંપનીઓમાંથી કોપર વાયર અને થર્મોકપલમાંથી નીકળતા પ્લેટિનિયમ તારની ચોરી કરનાર ત્રણ શખ્સો અને માલ ખરીદનાર ભંગારના ડેલાવાળા શખ્સ સહિત કુલ ચાર આરોપીઓને વાંકાનેર તાલુકા પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં […]

મોરબીમાં એક જ મહીનામાં સીલીકોસીસથી બીજું મોત !

મોરબીમાં એક જ મહીનામાં સીલીકોસીસથી બીજું મોત થયું છે, આમાં અચરજની વાત તો એ છે કે ૧૯૮૩ લઈ ૨૦૧૨ના ગાળામાં ૨૯ વર્ષ સુધી કામ કર્યું છતાં, તેમની પાસે કોઈ કારખાનામાં કામ કરતાં તેનું આઈ કાર્ડ કે પગાર પાવતી કે પી એફ કે ઇ એસ આઇ નંબર એવું કશું જ ન હતું, કામ કર્યાનો જો કોઈ […]

વાંકાનેર: માટેલ રોડ ઉપર સિરામિક ક્વાર્ટરમાં આગથી દાઝેલા વધુ બે શ્રમિકોના મોત

વાંકાનેર : માટેલ રોડ પરની ફેકટરીમાં પાંચ શ્રમિકો દાઝી ગયા હોવાની ઘટનામાં એક શ્રમિકનું મોત નિપજ્યા બાદ વધુ બે શ્રમિકના પણ સારવાર દરમિયાન મોત નિપજયું છે. મળેલ માહિતી મુજબ વાંકાનેર તાલુકાના માટેલ રોડ પર આવેલ ક્રેવીટા સિરામિકની લેબર કોલોનીમાં રહીને મજુરી કરતા રીતેશ ધર્મેન્દ્ર કુશવાહા (ઉ.વ.૨૨), રાહુલ સુમ્મત બંજારા (ઉ.વ.૧૮) વિકાસ પ્રેમકુમાર બંજારા (ઉ.વ.૨૨) અને […]

વાંકાનેર: સિરામીક ફેક્ટરીના લેબર ક્વાર્ટરમાં ગેસ લીકેજથી આગ લાગતા 5 દાજયા…

વાંકાનેર: માટેલ રોડ પર આવેલ ક્રેવિટા સિરામીકના લેબર ક્વાર્ટરમાં સવારે ગેસ સિલિન્ડરની નળીમાંથી ગેસ લિકેજ થતાં અચાનક આગ લાગી હતી, જેમાં કુલ પાંચ જેટલા મજુરો દાજયા હતા, જેથી તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવની મળેલ માહિતી મુજબ માટેલ રોડ પર આવેલ ક્રેવિટા સિરામીકના લેબર ક્વાર્ટરમાં આજે સવારે રસોઈ બનાવતી વખતે ગેસ સિલિન્ડરમાં […]

પ્રેમલગ્નનો કરૂણ અંજામ: પતિના હાથે પત્નીની હત્યા…

વાંકાનેર : વાંકાનેર તાલુકાના માટેલ-ઢુંવા રોડ ઉપર સિરામિક ફેકટરીમાં કામ કરતા સુરેન્દ્રનગર જિલ્લાના વતની દંપતી વચ્ચે જીવલેણ ઝઘડો થતા પતિએ પત્નીના માથામાં લાકડાના બળતણનો ધોકો ફટકારી લીધા બાદ પત્ની બેભાન બનીને ઢળી પડતા ગભરાઈ ગયેલા પતિએ પોતાની જાતે ગળે છરી મારી લેતા ગંભીર હાલતમાં સારવાર માટે વાંકાનેર હોસ્પિટલમાં ખસેડાયો છે.બીજી તરફ ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનેલ […]

વાંકાનેર: સીરામીક ફેકટરીમાં જેસીબીનું બકેટ માથામાં લાગતા શ્રમિકનું મોત

વાંકાનેર : વાંકાનેર તાલુકાના વઘાસીયા ગામની સીમમાં આવેલ બ્રોમો સીરામીક કારખાનામા કામ કરતા મૂળ મધ્યપ્રદેશના જાબુઆ જિલ્લાના વતની કૈલાસભાઇ મડીયાભાઇ હીહોર નામના શ્રમિક કારખાનામાં ચાલીને ટ્રક તરફ જતા હતા ત્યારે જે.સી.બી એક્સીવેટરનાં ડ્રાઇવર હસમુખભાઇ છનાભાઇ ઉડેચા, રહે. વાંકાનેર વાળાએ જેસીબીનું બકેટ બેદરકારીથી ફેરવતા કૈલાસભાઇને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે […]

વાંકાનેરમાં બે સીરામીક ફેકટરીમાં શ્રમિકોએ ગળેફાંસો ખાધો.

સરતાનપર વાંકાનેર : વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ સેન્ટ્રો વિટ્રીફાઇટ સીરામીક ફેકટરીમાં કામ કરતા શ્રમિક યુવાન અંકુશકુમાર ક્રિષ્ના ઠાકુર ઉ.વ.22 નામના યુવાને પોતાના લેબર ક્વાટર્સમાં કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે. માટેલ વાંકાનેર : વાંકાનેર તાલુકાના માટેલ ગામ નજીક આવેલ […]

વાવઝોડાની અસર વાંકાનેરમાં: લુણસર નજીક સેનેટરીવેર્સ ફેક્ટરીના પતરા ઊડ્યા…

વાંકાનેર : વાવઝોડાનું કાઉન્ટ ડાઉન વચ્ચે તેજ પવનથી વાંકાનેરના લુણસર પાસે આવેલ સેનેટરીવેર્સ ફેક્ટરીમાં નુકશાની થઈ હોવાના સમાચાર મળેલ છે. ભારે પવનને કારણે સેનેટરીવેર્સ કારખાનાના પતરા ઉડયા હતા અને સેડ તૂટ્યા હતો સાથે જ કાચાપાકા માલને પણ નુકશાની થઈ હતી. વાવઝોડાની અસરને લીધે ભારે પવન ફૂંકાતો હોય કારખાનામાં નુકશાની થયાના સમાચાર મળ્યા છે. જેમાં વાંકાનેરના […]

મોરબીમાં કારખાનેદારનું અપહરણ કરી રૂ. 5 લાખની ખંડણી ઉઘરાવાય

મોરબીના સિરામિક ઉદ્યોગપતિ કારખાનેથી પરત આવતા હતા. ત્યારે કેટલાક ઇસમોએ બાઈકને ધક્કો મારી પછાડી દઈને છરી બતાવી ધમકી આપી અપહરણ કરી ગયા હતા અને કારખાનામાં કામ કરતા ત્યારનો દોઢ લાખનો હિસાબ બાકી છે. જેના બદલે દસ લાખની માંગણી કરી હતી. ઉદ્યોગપતિએ ભાગીદારને ફોન કરીને પાંચ લાખની વ્યવસ્થા કરી આપતા રકમ લઈને વેપારીને અમદાવાદ પાસે ઉતારી […]