Placeholder canvas

લીંબડી-અમદાવાદ હાઈવે પર ખાનગી બસ પલટી મારી જતા, 40થી વધુ મુસાફરોને ઇજા…

રાજ્યમાં માર્ગ અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે. લીંબડી-અમદાવાદ હાઈવે પર આવેલા જાખણ ગામના પાટિયા નજીક ખાનગી બસને અકસ્માત નડ્યો હતો. ડ્રાઈવરે સ્ટીયરીંગ પરથી કાબૂલ ગુમાવતા પલટી મારી હતી.

બસમાં સવાર 40થી વધુ લોકોને ઈજા પહોંચી હતી. લગ્નગાળો હોવાથી આ બસના મુસાફરો પોરબંદરથી મધ્ય પ્રદેશ જતા હતા. આ દરમિયાન અકસ્માત સર્જાયો હતો. મહત્ત્વપૂર્ણ છે કે આ બસમાં 50થી વધુ લોકો સવાર હતા.

ઈજાગ્રસ્તોમાં મોટા ભાગના નાના બાળકો અને મહિલાઓ છે. મળતા અહેવાલ પ્રમાણે બસ ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો. તમામ ઈજાગ્રસ્તોને સુરેન્દ્રનગરની મેડિકલ કોલેજમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની જાણ થતાં જ નાયબ પોલીસ અધિક્ષક સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો