Placeholder canvas

ગુજરાતમાં અંગ દઝાડતી ગરમી પડશે, પારો 42 ડિગ્રી સુધી પહોંચશે.

હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, હજુ પણ આગામી પાંચ દિવસ રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. ગુજરાતના ઉત્તર અને દક્ષિણ ભાગના દરિયાકાંઠાના વિસ્તારોમાં એટલે કે, કચ્છના અખાત અને ખંભાતના અખાતમાં ઉત્તર પશ્ચિમ દિશા તરફથી પવનો ફૂંકાયા હતા. આ સાથે જ 15 થી 20 નોટ્સ પ્રતિ કલાકની ઝડપે પવનનો ફૂંકાયા હતા. હજુ પણ આગામી 24 કલાક દરમિયાન ગુજરાત પર દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમ દિશા તરફથી પવનો ફૂંકાવાની શક્યતાઓ છે.

આગામી પાંચ દિવસ ગુજરાતના મહત્તમ તાપમાનમાં મોટો ફેરફાર ન આવતા મોટાભાગના જિલ્લાઓનું મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહે તેવી શક્યતાઓ છે.વધુમાં જણાવ્યું હતું કે, આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લાઓમાં એકથી બે ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં વધારો થઈ શકે છે. હાલમાં ભારતના ઉત્તરી વિભાગમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અપ્રોચ કરી રહ્યું છે.

આ સમાચારને શેર કરો