Placeholder canvas

એલ કે સંઘવી વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ દ્રારા દિવાળીના પર્વની અન્યના ચહેરા પર ખુશી લાવવાનો એક નાનો પ્રયાસ.

દિવાળી એટલે આનંદ અને પ્રકાશનું પર્વ આ પર્વની પૂર્વે અન્યના ચહેરા પણ આનંદ અને પ્રેમ આપવાનો એક નાનો પ્રયાસ શ્રીમતી એલ કે સંઘવી કન્યા વિદ્યાલય ની વિદ્યાર્થીની બહેનો દ્વારા કરવામાં જેમાં દિવાળી પર્વની ઉજવણી સ્વરૂપે વિદ્યાર્થીની બહેનો ઘરેથી સારા કપડા બુટ, ગરમ સ્વેટર , સાડીઓ લાવી હતી તેની સાથે નાના બાળકો માટે નાસ્તો બુંદીના લાડુ ,ચોકલેટ અને ટ્રસ્ટ દ્વારા સુકામેવા મેવાનું પણ વિતરણ કરવામાં આવ્યું.

આ કાર્યમાં વિદ્યાલય ની તમામ વિદ્યાર્થીની બહેનો તેમનાં સુજ્ઞ વાલીઓ તમામ ટ્રસ્ટીઓ અને ઘણા બધા દાતાઓએ સહયોગ આપ્યો હતો તે બધાનો આ બાળકોના ચહેરા પર ખુશી લાવવા બદલ શાળાના આચાર્ય દર્શનાબેન જાની હૃદયપૂર્વક આભાર માને છે.

શિક્ષણનું કામ સંવેદના લાવવાનું છે જે શિક્ષણ અન્ય આર્થિક પીડિત લોકો માટે.સંવેદના ન લાવી શકે તે શિક્ષણ નકામું છે શાળાની તમામ વિદ્યાર્થીની બહેનોઓ આ કાર્યમાં તન, મન ધનથી સહયોગ આપ્યો અને વાંકાનેર ના અલગ અલગ વિસ્તારમાં ફરી જરૂરિયાતમંદ 200 કરતા વધુ બાળકોને નાસ્તો , કપડા ,ગરમ સ્વેટર પહોંચાડી એક સેવાકાર્યનું કાર્ય કર્યું છે. સેવાનાં આ ઉમદા કાર્યમાં વિશેષ રસ લઈને ટ્રસ્ટના પ્રમુખશ્રી લલીતભાઈ મહેતા દ્વારા પણ આવા બાળકો માટે દુર્લભ એવો સૂકોમેવાના પેકેટ પણ અર્પણ કરવામાં આવ્યા હતા.

આ સમાચારને શેર કરો