ટંકારાવાંકાનેર

વાંકાનેર: આઇસીડીએસ દ્વારા મતદાન જાગૃતિ માટેનો કાર્યક્રમ યોજાય

વાંકાનેર: આઇસીડીએસ વિભાગ વાંકાનેર ઘટક-૧ ના ૧૧૧ આંગણવાડી કેન્દ્રમાં લોકસભા સામન્ય ચુટંણી-૨૦૨૪ અનવ્યે મતદાન જાગૃતિ અંગે તારીખ આજ રોજ ૬૭-વાંકાનેર વિધાનસભા મત વિભાગમાં સમાવિષ્ટ તમામ આંગાણવાડીમાં કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. જેમાં બેનર, શપથ તેમજ કિશોરી દ્વારા હાથમાં મહેંદી લગાવીને મતદાન જાગૃતિ અંગેના સુત્રો દ્વારા ગ્રામજનોને માહિતગાર કરવામાં આવ્યા હતા.

આ ઉપરાંત હાલમાં ઉનાળાના લીધે હીટ વેવની અસર હોય તે અંગે પણ સમજણ આપવામાં આવી હતી, આ કાર્યક્રમને સફળ બનાવવા માટે બાળ વિકાસ યોજના અધિકારી વાંકાનેર ડૉ.વૈશાલીબેન પટગીર, અને મુખ્યસેવિકા ચાંદનીબેન,મંજુબેન,ઉષાબેન,શોભનાબેન તેમજ આંગણવાડી વર્કર- હેલ્પર દ્વારા કામગીરી કરવામાં આવી હતી.

વિરપર….

આયુષ્માન આરોગ્ય મંદિર વિરપર ખાતે લોકસભા ચૂંટણી – 2024 ના સંદર્ભે મતદાતા જાગૃતિ અભિયાન અંતર્ગત માસ મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું. જેથી લોકોમાં મતદાનનું મહત્વ સમજાય અને સો ટકા મતદાન થાય તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવેલ હતા.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સી.એચ.ઓ પ્રતીક ફુલતરીયા, એમ.પી.એચ.ડબલ્યુ. કૃણાલ ઠાકર, એફએચડબલ્યુ ભાવનાબેન જોગિયા તેમજ આશા બહેનો અને આંગણવાડી કાર્યકર દ્વારા જેહમત ઉઠાવવામાં આવી હતી.

આ સમાચારને શેર કરો