લીંબડી: એસટી બસમાં અચાનક લાગી આગ, 20થી વધુ પેસેન્જરોનો જીવ માંડ માંડ બચ્યો
લીંબડીની નજીક પેસેન્જરો અને વિદ્યાર્થીઓ ભરેલી એસટી બસમાં આગ લાગતાં અફરાતફરી મચી જવા પામી હતી. બસમાં લાગેલી આ આગની ઘટનામાં બસમાં સવાર 20થી વધુ પેસેન્જરો અને વિદ્યાર્થીઓનો આબાદ બચાવ થયો હતો. વધુમાં આ બસ લીંબડીના નાની કઠેચીથી લીંબડી આવી રહી હતી ત્યારે આ ગોઝારો બનાવ બન્યો હતો. બસમાં શોર્ટસર્કિટ સર્જાતાં આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે.
બસમાં લાગેલી આ આગની ઘટનામાં ડ્રાઇવર અને કંડક્ટર સહિત બસમાં સવાર 20થી વધુ પેસેન્જરો અને વિદ્યાર્થીઓનો ચમત્કારિક બચાવ થયો હતો. વધુમાં આ બસ લીંબડીના નાની કઠેચીથી લીંબડી આવી રહી હતી ત્યારે આ ગોઝારો બનાવ બન્યો હતો. પળવારમાં જ એસટી બસ બળીને ખાખ થઇ ગઇ હતી. જ્યારે હાઇવે પર મુસાફરો સાથેની બસમાં લાગેલી આગની ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચે એ પહેલાં જ સંપૂર્ણપણે એસટી બસ સળગી ગઈ હતી, પરંતુ સદભાગ્યે આ ભયાવહ આગની ઘટનામાં બસમાં સવાર 20થી વધુ પેસેન્જરો અને વિદ્યાર્થીઓનો આબાદ બચાવ થતાં મુસાફરોના જીવમાં જીવ આવ્યો હતો.

