વાંકાનેર: PMની વર્ચ્યુલી હાજરીમાં આયુષ્યમાન ભારત કાર્ડનું વીતરણ કરવામાં આવ્યુ.
વાંકાનેર ખાતે આવેલ અમરસિહજી હાઇસ્કુલ ખાતે વડાપ્રઘાન નરેન્દ્ર મોદી અને મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની વર્ચ્યુલી હાજરીમાં આયુષ્યમાન ભારત કાર્ડ વિતરણ કાર્યક્રમ તાલુકા હેલ્થ ઓફીસ વાંકાનેર અને વહીવટી તંત્ર વાંકાનેર દ્રારા યોજવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં તાલુકાના પદાધિકારીઓ/અધિકારીઓ/કર્મચારીઓ તેમજ બહોળી સંખ્યામાં લાભાર્થીઓ હાજર રહયા હતા.
ઉપસ્થીત મહેમાનો ના હસ્તે લાભાર્થીઓને આયુષ્યમાન ભારત કાર્ડનું વીતરણ કરવામાં આવેલ.વાંકાનેર તાલુકામાં ૮૪૨૩ જેટલા લાભાર્થીઓના કાર્ડ વીતરણ કરવામાં આવ્યા હતા. જે લાભાર્થી હાજર રહી શકેલ નથી તેમને જેતે ગામના વી.સી.ઇ. અને આશા મારફત ઘરે કાર્ડ પહોચાડી દેવામાં આવશે.
આ કાર્યક્રમને સફળ બનાવામાં તાલુકા હેલ્થ ઓફીસર ડો. એમ. એ. શેરસીયા. તેમજ તાલુકાના મેડીકલ ઓફીસરો.સુપરવાઇઝરો વગેરેએ જહેમત ઉડાવી હતી.