Placeholder canvas

વાંકાનેર: અમરસિંહ હાઈસ્કૂલ ખાતે બે મત માટે થઈ બબાલ

ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર અમરસિંહજી હાઈસ્કૂલ ખાતે દોડી આવ્યા

વાંકાનેર: આજે વિધાનસભાની ચૂંટણીનું સવારે આઠ વાગ્યાથી મતદાન શરૂ થયું હતું અને પાંચ વાગ્યા સુધી સંપૂર્ણ શાંતિમય રીતે સમગ્ર તાલુકા અને શહેરમાં મતદાન થયું હતું. પરંતુ સાંજના પાંચ વાગ્યે અમરસિંહ હાઈસ્કૂલ ખાતે બે મત માટે બબાલ થઈ હતી અને ટેકેદારોએ ફોન કરતા ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો અમરસિંહ હાઈસ્કૂલ ખાતે દોડી આવ્યા હતા.

આ બાબતે મળેલી માહિતી મુજબ બે મતદારો એવા હતા જેમની પાસે ઓરીજનલ કોઈ આઈડી પ્રૂફ નહોતા તેઓ ઝેરોક્ષ લાવ્યા હતા જે માન્ય ન રાખતા અને તેની True copy કરવાનું કહેતા આ બંને મતદારો True copy કરાવીને લાવ્યા ત્યારે 5 વાગી ગયા હતા જેથી કોંગ્રેસના શકીલ પીરઝાદાએ વાંધો લેતા તેમને મતદાન કરતા રોકવામાં આવ્યા હતા, જેમના કારણે થોડો ગરમાવો પકડાઈ ગયો હતો.

આખરે કોંગ્રેસના ઉમેદવાર મહંમદ જાવેદ પીરજાદા અને ભાજપના ઉમેદવાર જીતુભાઈ સોમાણી અમરસિંહજી હાઈસ્કૂલ ખાતે દોડી આવ્યા હતા. મામલતદાર અને સીટી પી.આઈ.પણ બુથ પર પહોંચ્યા હતા. આખરે સમજૂતીથી એવું નક્કી કરવામાં આવ્યું કે બે મતમાંથી એક મત આપવા દેવો, આમ આખરે એક મતદારોને મત આપવા દઈને સમાધાન થયું હતું .પરિણામે મામલો શાંત થતા તંત્ર અને લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ભાજપ અને કોંગ્રેસના બંને ઉમેદવાર સાથે જ બહાર આવ્યા હતા ત્યારે જીતુભાઈ સોમાણી હળવા મૂડમાં એવું કહેતા સંભળાયુ હતું કે આ એક મતથી હું જીતવાનો છું…!!!

કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લીંક પર ક્લિક કરો. https://chat.whatsapp.com/DsNfSbxPybc5eqQoB6lb7M
આ સમાચારને શેર કરો