Placeholder canvas

વાંકાનેર: મેળાની જગ્યાની ફાળવણીની થયેલ કાર્યવાહી રદ કરીને નવેસરથી કાર્યવાહી કરવાનો આદેશ.

વાંકાનેર નગરપાલિકા દ્વારા દર વર્ષે સાતમ આઠમ પર નાગાબાવાના મંદિર પાસે મેળાનું આયોજન કરવામાં આવે છે. કોરોના કાળમાં આ મેળાનું આયોજન થઇ શકયું નોહતું ત્યારે આ વર્ષે મેળાની મજા માણવા લોકો રાહ જોઈ રહ્યા છે ત્યારે આ મેળામાં પણ વિવાદમાં ઘયો છે.

આ મેળામાં જગ્યાની ફાળવણીમાં કંઈક ખોટું થઈ રહ્યું છે તેવી રજૂઆત રાજકોટ ઝોનના નગરપાલિકાના પ્રદેશ કમિશનરને અમૃતલાલ કાનજીભાઈ ઠાકરાણી દ્વારા કરવામાં આવી હતી જેને અનુસંધાને પ્રદેશ કમિશનરે વાંકાનેર નગરપાલિકા ચીફ ઓફિસરને પત્ર લખીને જણાવ્યું છે કે..વાંકાનેર નગરપાલિકા દ્વારા મેળાની જગ્યાની ફાળવણી બાબતે થયેલ કાર્યવાહી નગરપાલિકા અધિનિયમ-૧૯૬૩ન કલમ ૨૫૮ અનુસાર તાત્કાલિક રોકવાનું લેખિતમાં જણાવ્યું છે.

અમૃતલાલ કાનજીભાઇ ઠાકરાણીએ શું રજુઆત કરી હતી.

અમૃતલાલ કાનજીભાઇ ઠાકરાણીએ તા.૦૧/૦૮/૨૦૨૨ના રોજ વાંકાનેર નગરપાલિકા દ્વારા મેળાની જગ્યાની ફાળવણી બાબત રજૂઆતમાં જણાવ્યું છે કે નગરપાલિકા મેંળાનું આયોજન કઈ શરતોને અનુસંધાને કરે છે. તેમજ કોઈપણ જાતની હરરાજી કરવાને બદલે પોતાના મળતિયાઓને મેળો મળે તે માટે સુચવેલ શરતોને પાલન નગરપાલિકા દ્વારા કરવામાં આવતું નથી.આમ તંદુરસ્ત હરીફાઈ કરી જાહેરાત આપી ભાવો મંગાવી મેળો કરવો જોઇએ તેવી રજૂખ્યાત કરેલ છે.

પ્રદેશ કમિશનરે શુ કહ્યુ ?

ઉપરોક્ત રજૂઆતની અનુસંધાને રાજકોટ ઝોના નગરપાલિકાઓના પ્રદેશ કમિશનરે આદેશ કર્યો છે કે સરકારશ્રીની સ્થાયી સુચનાનુસાર હરરાજી અંગેની તંદુરસ્ત સ્પર્ધા થાયય તે રીતે કાર્યવાહી કરવી, તેમજ આ અંગે કોઈ કાર્યવાહી કરેલ હોય તો તુરંત રદ કરી નવેસરથી કાર્યવાહી હાથ ધરવા જણાવવામાં આવેલ છે.

હવે શુ ?

જ્યારે મેળામાં મોજ માણવા માટે લોકો થનગની રહ્યા છે ત્યારે આ મેળાના આયોજનમાં વાદ વિવાદ થતાં લોકોમાં ચર્ચા થવા લાગે છે કે મેળો રદ તો નહીં થાય ને ? ત્યારે જોવાનું એ રહે છે કે વાંકાનેર નગરપાલિકાના ચીફ ઓફિસર શું અને કેવું આયોજન કરે છે.

આ સમાચારને શેર કરો