વાંકાનેર:કાલે સુન્ની મુસ્લિમ સમાજના છઠ્ઠા સમુહ લગ્ન યોજાશે

વાંકાનેર: આવતી કાલે તારીખ 26/ 12/ 2021 ને રવિવારના રોજ હજરત ખ્વાજા ગરીબ નવાજ ક્રિએટિવ યંગ ગ્રુપ દ્વારા આયોજિત સુન્ની મુસ્લિમ સમાજના છઠા સમુહ લગ્ન યોજાશે.

આ છઠ્ઠા સમૂહ લગ્નમાં કુલ ૧૧ દુલ્હા અને 11 દુલ્હન લગ્નગ્રંથી જોડાશે, આ સમૂહ લગ્નના સમારંભમાં અધ્યક્ષ તરીકે અલ્હાજ સૈયદ ખુર્શીદ હૈદર પીરઝાડા (મીરસાહેબ) અને અતિથિવિશેષ તરીકે ઈરફાન પીરઝાદા હાજરી આપશે. આ સમૂહ લગ્ન મેરૂમીયાબાબાની દરગાહના ગ્રાઉન્ડમાં યોજાશે.

આ સમૂહ લગ્નમાં તારીખ 26મી ડિસેમ્બરને રવિવારના સાંજના ૪:૩૦ કલાકે સત્કાર સમારંભ અને સાંજે અસરની નમાજ બાદ નિકાહ ખ્વાની તેમજ સાંજે ૭વાગ્યે જમણવારનું આયોજન કરવામાં આવેલું છે. આ સમૂહ લગ્નનું આયોજન દાતાઓના સહયોગથી કરવામાં આવે છે.

આ સમાચારને શેર કરો