Placeholder canvas

હળવદ: યુવાની હત્યા કરી સળગાવીને નર્મદા કેનાલમાં ફેંકી દીધો.

હળવદ: હવે મોરબી જિલ્લામાં ગુન્હેગારોને કોઈનો ખોફ હોય તેવું લાગતું નથી, ગુનેહગારો બેખોફ બની ગુન્હાઓને અંજામ આપી પોલીસને રીતસર પડકાર ફેકતા હોય તેમ આજે હળવદના ચરાડવા નજીક આવેલ સમલી ગામ પાસેથી પસાર થતી કેનાલમાં યુવાનની ઘાતકી રીતે હત્યા કરી લાશને સળગાવી કેનાલમાં ફેંકી દેવાતા સનસનાટી મચી ગઇ છે અને ઘટનાની જાણ થતાં એલસીબી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે.

મળેલ માહિતી મુજબ હળવદ તાલુકાના ચરાડવા નજીક આવેલ સમલી ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં યુવાનની લાશ પડી હોવાની જાણ થતાં હળવદ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને યુવકની ઓળખ મેળવવા ચક્રો ગતિમાન કર્યા હતા.

આ મૃતકની ઉમર 25થી 30 વર્ષ જેટલી છે અને હત્યારાઓએ તિક્ષણ હથિયારના ઘા ઝીકી લાશને સળગાવી નાખી હોવાનું પણ બહાર આવ્યું છે.

આ સમાચારને શેર કરો