Placeholder canvas

આજે વાલાસણ પૂર્વ સરપંચ ઇસ્માઇલ કડીવારનો જન્મદિવસ

આજે વાલાસણ પૂર્વ સરપંચ અને સહકારી મંડળીના પૂર્વ પ્રમુખ ઇસ્માઇલ કડીવારનો જન્મદિવસ છે.

ઇસ્માઇલભાઇ કડીવાર તાલુકાના રાજકારણમાં છેલ્લા ૨૫ વર્ષથી સક્રિય છે, વાલાસણ સહકારી મંડળીમાં છેલ્લા વીશેક વર્ષથી પ્રતિનિધિત્વ કરી રહ્યા છે, વાલાસણ ગ્રામ પંચાયતમાં એક ટર્મ તેઓ પોતે અને એક ટર્મ તેમના પત્ની સરપંચ તરીકે પણ સેવા આપી ચૂકયા છે. આ વખતે તેઓએ ગામની એકતા અને વિકાસ માટે વાલાસણ ગ્રામ પંચાયતને સમરસ ગ્રામ પંચાયત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. ઈસ્માઈલભાઈ કડીવાર ભાજપ સાથે સંકળાયેલા છે. તેઓ સાંસદ મોહનભાઈ કુંડારીયા અને મોરબી માર્કેટિંગ યાર્ડના ચેરમેન મગનભાઇ વડાવીયા તેમજ જિલ્લા ભાજપના આગેવાનો સાથે ખુબ નજીકના સંબંધો ધરાવે છે.

ઈસ્માઈલભાઈ કડીવાર વાંકાનેરમાં આમીન વાસણના નામે છેલ્લા વીશેક વર્ષથી વાસણનો બિઝનેસ કરી રહ્યા છે, તેઓ રાજકારણ અને બિઝનેશમાં સક્રિય હોવાથી તેઓ રાજકિય આગેવાનો, વેપારીભાઈઓ ખૂબ સારા સંબંધો ધરાવે છે. આજે તેઓને તેમના સગા સંબંધીઓ, મિત્રો, વીડિલો, વેપારી મિત્રો, રાજકીય આગેવાનો તેમને જન્મદિવસની શુભેચ્છાઓ તેમના મોબાઈલ નંબર 98985 25654 પર પાઠવી રહ્યા છે.

કપ્તાન ગ્રુપ તરફથી ઈસ્માઈલ કડીવારને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ

આ સમાચારને શેર કરો