વાંકાનેર: વઘાસીયાના શિક્ષકે પુત્રના જન્મદિવસે 51વૃક્ષો વાવ્યા…

વાંકાનેર: વઘાસીયાના શિક્ષક દ્વારા વૃક્ષારોપણની અનોખી પહેલ વઘાસિયામાં નોકરી કરતા શિક્ષક જગોદના નરેશભાઈના પુત્ર જેનિલનો નવમો જન્મદિવસ હોય તો કર્મનિષ્ઠ, વૃક્ષપ્રેમી શિક્ષકએ પોતાની કર્મભૂમિ વધાસિયા ગામની અલગ અલગ શેરીઓમાં 51 વૃક્ષોનું રોપણ કર્યું અને બાળકોમાં વૃક્ષ પ્રત્યે એ પ્રેમ જાગે તે હેતુથી બાળકોને તેના સિંચનની જવાબદારી પણ સોંપી.

આ કાર્યક્રમમાં ગામની બહેનો તથા શાળાના બાળકો એ ઘરે ઘરે જઈ વૃક્ષારોપણ કર્યું હતું.આ તમામ કાર્ય પાછળ જેનીલના પિતા નરેશભાઈ તથા વઘાસીયા સ્કૂલના આચાર્ય અલ્પેશભાઈ દેસાણી અને તેના સમગ્ર શાળા પરિવારે ખૂબ જહેમત ઉઠાવી હતી.

આ સમાચારને શેર કરો