skip to content

વાંકાનેર: વિરપરમાં બીજાના પ્લોટમાં બાંધકામ કરીને માલિક પરિવારને ધોકાવી નાખ્યો..!!

વાંકાનેર : વાંકાનેર તાલુકાના વિરપર ગામે બીજાના પ્લોટમાં બાંધકામ કરી ચોરી ઉપર સે સીનાજોરી જેવા ઘાટ વચ્ચે ચાર શખ્સોએ પ્લોટ માલિક પરિવારને માર મારી જાનથી મારી નાખવા ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

આ બનાવ અંગે મળેલી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના વિરપર ગામે રહેતા દેવશીભાઈ શામજીભાઈ કુકવાવાએ આરોપી બેચર અજુભાઈ દેકાવાડિયા, ઘનશ્યામ અજુભાઈ દેકાવાડિયા, મહિપત ચતુરભાઈ દેકાવાડીયા અને રણજીત ચતુરભાઈ દેકાવાડિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, આરોપી બેચર તેમના માલિકીના પ્લોટમાં બાંધકામ કરતો હોવાથી બાંધકામ કરવાની ના પાડતા ઉશ્કેરાઈ જઈ ઝઘડો કર્યા બાદ બોલાચાલીનો ખાર રાખી ફરિયાદી દેવશીભાઈના પુત્ર રવીને માથામાં ધોકો ફટકારી ઇજાઓ પહોંચાડી હતી તેમજ દેવશીભાઈ અને સાહેદ નિતાબેનને પણ ધોકા વડે માર મારી ઇજાઓ પહોંચાડી જાનથી મારી નાખવા ધમકી આપતા બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

આ સમાચારને શેર કરો