skip to content

રાજકોટ લોકસભાની સમગ્ર સીટનું 59.60% જ્યારે વાંકાનેર વિધાનસભા બેઠકનું 64.67 % મતદાન…

આજે લોકશાહીના મહાપર્વ ચૂંટણીણીમાં વહેલી સવારથી જ મતદારો કતાર લગાવી મતદાન કરી રહ્યા હતા, જેમાં રાજકોટ લોકસભા બેઠક પર સવારે સાતથી સાંજે છ વાગ્યા સુધી ચાલેલા મતદાનમાં સમગ્ર રાજકોટ લોકસભા બેઠકનું 59.60% મતદાન થયું છે. જ્યારે રાજકોટ લોકસભા બેઠકમાં આવતા વાંકાનેર-કુવાડવા વિધાનસભા વિસ્તારમાં સરેરાશ 64.67 % મતદાન નોંધાયું છે….

67 વાંકાનેર વિધાનસભા મતક્ષેત્રના થયેલા મતના આંકડાઓ જોઈએ તો વાંકાનેર બેઠક પર અત્યાર સુધીમાં કુલ 1,48,421 પુરૂષ મતદારોમાંથી 1,02,640 મતદારો એટલે કે 69.15 % પુરૂષ અને 1,39,136 મહિલા મતદારો માંથી 83,334 મતદારો એટલે કે 59.89 % મહિલાઓનું મતદાન થયુ છે, વાંકાનેર વિધાનસભા બેઠક પર સરેરાશ 64.67 % મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો છે…

આ સમાચારને શેર કરો