Placeholder canvas

ટોળની મહિલાના મોત મામલે વાંકાનેરની હોસ્પિટલના ડોક્ટર વિરુદ્ધ કાર્યવાહીની માંગ…

યુનિટી ઓફ કોળી ઠાકોર સેનાએ મામલતદારને આવેદન પાઠવ્યું…

ટંકારા તાલુકાના ટોળ ગામની રહેવાસી મહિલાનું વાંકાનેર હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું જેમાં ડોકટરે પરમીશન વિના જ ઓપરેશન કર્યું હોય અને મહિલાનું મોત થયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે જે મામલે યુનિટી ઓફ ઠાકોર સેના દ્વારા ટંકારા મામલતદારને આવેદન પાઠવી રજૂઆત કરવામાં આવી છે.

યુનિટી ઓફ કોળી ઠાકોર સેના દ્વારા ટંકારા મામલતદાર મારફત કલેકટરને રજૂઆત કરી જણાવ્યું છે કે થોડા દિવસ પૂર્વે કાનુબેન મહેશભાઈ બાબરિયાને પેટમાં દુખાવા ને કારણે વાંકાનેરની શ્રદ્ધા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં ડોકટરે પરમીશન વિના ઓપરેશન કરેલ છે અને બાદમાં શ્વાસની પ્રોબ્લેમ છે કહીને તેની એમ્બ્યુલન્સ સાથે રાજકોટ સરકારી હોસ્પિટલ મોકલી આપ્યા હતા. મૃતકને ૨૦ દિવસ પછી કસુવાવડ થઇ હતી ત્યારે કોથળી સાફ કરાવેલ છે છતાં કઈક ભૂલ હોવાથી ઓપરેશન કરેલ ૧૭ દિવસ પૂર્વે કોથળી સાફ કરાવેલ છતાં ડોક્ટર ના પાડે છે. જેથી સીસીટીવી ચેક કરવા માંગ કરી છે. તેમજ ફાઈલ આપેલ જે ફાઈલ ખોટું બોલીને પાછી લઇ લીધી છે જેથી રજીસ્ટરમાં એન્ટ્રી ચેક કરવા માંગ કરી છે.

આ સમાચારને શેર કરો