Placeholder canvas

વાંકાનેર: ચેક રીટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા અને રૂ.૩ લાખના વળતરનો હુકમ કરતી કોર્ટ

વાંકાનેર: હાથ ઉછીના આપેલ રૂપિયા ૩,૦૦,૦૦૦/- ની ચુકવણી પેટે આપેલ ચેક રીટર્ન ના કેસ માં આરોપી દીપક દેવશીભાઈ હડાણી ને એક વર્ષની સજા અને રૂ. ૩,૦૦,૦૦૦/-ના વળતર નો હુકમ કરતી કોર્ટ

આ કેસની હકીકત એવી છે કે વાંકાનેરના રહેવાસી વિનોદ ચકુભાઈ અઘારા એ તેના પાડોશી દીપક દેવશીભાઈ હડાણી ને હાથ ઉછીના રૂપિયા ૩,૦૦,૦૦૦/- આપેલ હતા અને તે પરત માંગતા તેની ચુકવણી પેટે દીપક દેવશીભાઈ હડાણી એ વિનોદ ચકુભાઈ અઘારા ને ચેક આપેલ હતો જે ચેક રીટર્ન થતા વિનોદ ચકુભાઈ અઘારા એ તા.૧૮/૦૪/૨૦૨૨ ના રોજ તેમના વકીલ મારફતે લીગલ તે નોટીસ આપેલ અને નિયત સમયમર્યાદા માં તે રકમ આરોપી નહી ચુકવતા તે અંગેની ફરિયાદ વિનોદ ચકુભાઈ અઘારા એ વાંકાનેર કોર્ટમાં આ વાંકાનેર ના રહેવાસી દીપક દેવશીભાઈ હડાણી વિરુધ તેમના વકીલ મારફતે તા.૨૫/૦૫/૨૦૨૨ ના રોજ દાખલ કરેલ અને ત્યારબાદ આ આરોપી નામદાર કોર્ટ માં હાજર નહિ થતા નામદાર કોર્ટે વોરંટ કાઢેલ અને હાજર રખાવેલ ત્યારબાદ એસ.કે.પટેલસાહેબની કોર્ટમાં ચાલી જતા આ કામના ફરિયાદીએ પોતાનો કેસ ની:શંકપણે સાબીત કરેલ હોય અને ફરિયાદીના વકીલ ફારૂક એસ.ખોરજીયા એ કરેલ ધારદાર દલીલો અને નામદાર હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના રજુ કરેલ છે તે ચુકાદાને માન્ય રાખીને આ કામના આરોપી દીપક દેવશીભાઈ હડાણીને એસ.કે.પટેલસાહેબે એક વર્ષની સજા અને ફરિયાદીને વળતર પેટે રકમ રૂપિયા ૩,૦૦,૦૦૦/- ચૂકવવાનો હુકમ કરેલ છે.

આ કામના ફરિયાદી વિનોદ ચકુભાઈ અઘારા વતી વકીલ તરીકે ફારૂક એસ.ખોરજીયા, દક્ષાબેન એમ.અઘારા, નાસીર એમ.જામ અને કૌશરબાનુ ખોરજીયા રોકાયેલ હતા.

આ સમાચારને શેર કરો