Placeholder canvas

GPSCએ આ પરીક્ષાની તારીખ કરી ફેરબદલ…

  • ગુજરાત નગ૨પાલિકા મુખ્ય અધિકારીની પરીક્ષા તારીખમાં ફેરફાર
  • ફોરેસ્ટ સર્વિસની મુખ્ય પરીક્ષાને લઈ વિવિધ પરીક્ષાની તારીખ બદલાઈ
  • તા. 03 ડિસેમ્બર 2023ના રોજ વિવિધ પરીક્ષાનું કરાયું હતું આયોજન


ગુજરાત જાહેર સેવા પસંદગી મંડળ દ્વારા કરવામાં આવતી ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. આયોગની જાહેરાત ક્રમાંક 47/2023-24, ગુજરાત વહીવટી સેવા, વર્ગ-1, ગુજરાત મુલ્કી સેવા, વર્ગ-1/2, ગુજરાત નગ૨પાલિકા મુખ્ય અધિકારી સેવા, વર્ગ-2ની પ્રાર્થમિક કસોટી તારીખમાં ફેરફાર કરાયો છે. આ એક્ઝામમાં હવે 3 ડિસેમ્બર 2023ને બદલે 7 જાન્યુઆરી 2024માં લેવાશે પરીક્ષા

પરીક્ષાની તારીખમાં ફેરફાર
અત્રે જણાવીએ કે, આ પરીક્ષાનું આયોજન તા. 03 ડિસેમ્બર 2023ના રોજ ક૨વામાં આવેલ હતું. પરંતુ તા. 27 નવેમ્બરથી 3 ડિસેમ્બર 2023 દમિયાન સંઘ લોક સેવા આયોગ દ્વારા ઈન્ડિયન ફોરેસ્ટ સર્વિસની મુખ્ય પરીક્ષાનું આયોજન ક૨વામાં આવેલ હોવાથી, આ પ્રાર્થમિક કસોટીની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજરાત વહીવટી સેવા વર્ગ-1 ગુજરાત મુલ્કી સેવા, વર્ગ-1/2, ગુજરાત નગ૨પાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ-2ની પ્રાથમિક કસોટી 3 ડિસેમ્બર 2023ના રોજ લેવાની હતી જે હવે 7 જાન્યુઆરી 2024માં લેવાશે…

આ સમાચારને શેર કરો