Placeholder canvas

‘બિપરજોય’ વાવાઝોડાએ બે માસૂમ બાળકનો ભોગ લીધો:

ગુજરાતમાં ‘બિપરજોય’ વાવાઝોડાનો ખતરો મંડરાયેલો છે. રાજ્યના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. ત્યારે આજે જૂનાગઢના માંગરોળ તાલુકાના શેખપુર ગામમાં અકસ્માતની વિચિત્ર ઘટના બની હતી. શેખપુર ગામમાં ભારે પવન ફૂંકાતાં એક બાળકી કેનાલમાં ખાબકી હતી, જેને બચાવવા માટે તેનો પિતરાઈ ભાઈ પણ કેનાલમાં કૂદી પડ્યો હતો. કમનસીબે બંનેનાં મોત નીપજતાં બાળકોનાં પરિવારજનો અને ગામમાં શોકનો માહોલ છવાયો છે.

બન્ને મૃતક પિતરાઈ ભાઈ-બહેન શાળાએ રમવા માટે ગયાં હતાં. શાળા પાસે જ કેનાલ પાસે ઊભાં હતાં ત્યારે ભારે પવન ફૂંકાતાં કૌસર ફારુક ખેબર નામની 6 વર્ષીય બાળકી કેનાલમાં ખાબકી હતી. તેને બચાવવા માટે તેની સાથે રહેલો તેનો પિતરાઈ ભાઈ અરશદ ઈલ્યાસ ખેબર કેનાલમાં કૂદી પડ્યો હતો. જોકે તે બચાવી શક્યો નહિ અને બંનેનાં ડૂબી જવાથી મોત નીપજ્યાં હતાં.

આ સમાચારને શેર કરો