Placeholder canvas

ધુનડા સજ્જનપર ગામે ખનીજ વિભાગ ખાબકયુ: 95 લાખનો મુદ્દામાલ સિઝ

મોરબી જિલ્લામાં ખનીજ માફિયાઓ દ્વારા બે રોકટોક ખનીજ ચોરી બેફામ રીતે થઈ રહી છે, તેમને પકવવા માટે તંત્ર માયકાંગલુ પુરવાર થઈ રહ્યું છે. આ જિલ્લામાં લાખો ટન નહીં પણ કરોડો ટન ખનીજ ચોરી ખનીજ માફિયા દ્વારા કરવામાં આવી છે. તેમને ખનીજ વિભાગ રોકી નથી શકતું…ત્યારે આજે વળી સમાચાર મળ્યા કે ખનીજ ખાતાએ સજનપર ઘુનડામાં ઘોડા દોડાવ્યા છે ને ખનીજ ચોરી થતી પકડી પાડી છે…!!!

ધુનડા સજ્જનપર પાસે આવેલ તળાવમાં ઘણા સમયથી ખનિજચોરી થતી હતી જ્યાં આજે ખાણ ખનીજ વિભાગ ખાબકયુ હતું અને ખનીજ ચોરી થતી રંગે હાથે પકડાઈ હતી આ રેડમાં ગેર કાયદેસર ખનન કરી રહેલ એક મેટલ ભરેલ ડંમ્પર કિમત રૂપિયા 25 લાખ, બે હિટાચી કિમત રૂપિયા 70 લાખ આમ કુલ 95 લાખનો મુદ્દામાલ સિઝ કરેલ છે.

ટંકારા પોલીસ મથકે ખાણ ખનીજ વિભાગ માઈલસ સુપર વાઈઝર જી કે ચંદારાણાએ વાહનો સિઝ કર્યા છે. અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો