Placeholder canvas

ગુરૂપૂર્ણિમાના દિવસે જ ગુરૂ બન્યો હેવાન, સગીર વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય

રાજકોટ : શિક્ષણ જગતને લાંછન લગાડે તેવું કૃત્ય સામે આવતા ખળભળાટ મચ્યો છે. ગોંડલ સીટી પોલીસ મથકે નોંધાયેલા ફરિયાદ મુજબ માંગરોળના શિક્ષક વિક્રમએ એક બાળકને રાજકોટમાં ગુરૂપૂર્ણિમાના ઉત્સવમાં સાથે લાવ્યા બાદ પરત ફરતી વખતે ગોંડલના બસ સ્ટેન્ડ સામે આવેલ અમૃત ગેસ્ટ હાઉસના રૂમમાં બાળકને ધાક ધમકી આપી સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કર્યુ હોવાનું સામે આવતા પોલીસે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ ગત તા. 2-7-2023ના રોજ ફરિયાદીનો સગીર વયનો દિકરો તેના ગામથી પિતા સાથે જુનાગઢ આવેલ ત્યાંથી પોતાના પરિચિત વ્યકિત સાથે અષાઢી મહાપૂર્ણિમાના ઉત્સવમાં રાજકોટ ખાતે આવેલ અહીં રાત્રીના કાર્યક્રમ પૂર્ણ કરી આ બાળક આરોપી સાથે પરત પોતાના ગામ જતા હતા ત્યારે આરોપીએ બાળકની એકલતાનો લાભ લઇ ગોંડલના બસ સ્ટેન્ડ સામે આવેલ અમૃત ગેસ્ટ હાઉસમાં લઇ જઇ ગેસ્ટ હાઉસના રૂમમાં ધાક ધમકી આપી જાનથી મારી નાખવાનું કહી બાળક સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કરેલ હતું.

પ્રથમ તો બાળકે કોઇને વાત કરી ન હતી પરંતુ ત્યારબાદ શિક્ષકનો ભાંડો ફૂટતા ફરિયાદ નોંધાઇ હતી. ગોંડલ સીટી પોલીસના પીઆઇ એસ.ડી.ડામોર, પીએસઆઇ આર.એલ.ગોહેલ વગેરેએ ફરિયાદ નોંધાયા બાદ આરોપીની શોધખોળ કરી વિક્રમની ધરપકડ કરી હતી. આરોપી માંગરોળ પંથકની કોઇ સ્કુલમાં શિક્ષક હતો અને માંગરોળના કેશોદ બાયપાસ રોડ પર રહેતો હોવાનું જાણવા મળેલ છે. આઇપીસી 377, 506(2) અને પોકસો મુજબ ગુનો દાખલ કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો