Placeholder canvas

મોબાઈલ સીમકાર્ડ માટેના નવા નિયમો આવશે: હવે વ્યક્તિદીઠ 4 સીમકાર્ડ જ મળશે.

મોબાઈલ સીમકાર્ડ માટે કેન્દ્ર સરકાર હવે નવો નિયમ લાવી રહી છે અને ખાસ કરીને બનાવટી સીમકાર્ડ દ્વારા થતાં ફ્રોડ રોકવાની પણ તૈયારી છે. કેન્દ્ર સરકારે એક આઈડી પર વધુમાં વધુ ચાર સીમકાર્ડ આપી શકાય તેવો નિયમ લાવશે અને તે ઉપરાંત જે સીમકાર્ડ દ્વારા ફ્રોડ થયો હોય તેમાં તુર્તજ તેને બ્લોક કરવા એક પોર્ટલ સંચારસાથી પણ શરૂ કરાયુ છે.જયાં તમો આ મોબાઈલ નંબર આપીને જે તે સીમકાર્ડને બ્લોક કરાવી શકાશે. જેથી વધુ લોકો ફ્રોડનો ભોગ બનતા અટકશે.

ઓનલાઈન ફ્રોડમાં મોબાઈલ સીમકાર્ડની ભુમિકા ખુબ જ મોટી હોય છે અને તેના કારણે એકથી વધુ લોકો તેમાં છેતરપીંડીનો ભોગ બને છે.હાલ એક આઈડી પર વધુમાં વધુ 9 સીમકાર્ડ આપવાની યોજના છે તેને બદલે ચાર સીમકાર્ડ આપી શકાશે.કેન્દ્ર સરકારે આ માટે સંચારસાથી પર તમામ નિયમો અપલોડ કરવા જણાવ્યું છે અને આ ઉપરાંત જે માર્કેટીંગ સહીતનાં અન ઈચ્છીત કોલ આવે છે તેને ઓળખવા માટે આર્ટીફીશ્યલ ટુલ્સની મદદ લેવાશે.

આ સમાચારને શેર કરો