વાંકાનેર તાલુકામાં સોમવારે 7288 વિધાર્થીઓને વેકસીન અપાશે.

કોરોનાની બીજી લહેરમાં ભારે જાનહાનિ થઈ અને હવે ત્રીજી લહેર દસ્તક દઈ ચુકી છે એવું લાગે છે, દિવસે-દિવસે કેસ વધતા રહ્યા છે, એવા સમયમાં સરકારે ૧૫થી ૧૮ વર્ષના બાળકોને વેકસીન આપવાનો નિર્ણય કરેલ છે.

આગામી તારીખ ત્રીજી જાન્યુઆરી 2022 ને સોમવારના રોજ વાંકાનેર તાલુકામાં ૧૫થી ૧૮ વર્ષના બાળકોને વેકસિન આપવાની કામગીરી શરૂ થવા જઈ રહી છે. વાંકાનેર તાલુકા હેલ્થ ઓફિસર ડો. શેરસીયાએ આપેલ માહિતી મુજબ ત્રીજી જાન્યુઆરીથી સ્કુલે જઈને ૧૫થી ૧૮ વર્ષના બાળકોને વેકસિન આપવામાં આવશે. વાંકાનેર તાલુકામાં કુલ 7288 બાળકોને વેકસિન આપવાની કામગીરી હાથ ધરાશે.

કોરોના મહામારીમાં અને તેમાં પણ ખાસ કરીને બીજી લહેરમાં લોકોએ અસહ્ય તકલીફ અને વેદના સહન કરવા સિવાય કોઈ આરો વારો રહ્યો નહોતો આ સ્થિતિમાં ઘણા બધા લોકોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા હતા. જે લોકો સમજી શકતા હતા તેઓએ તો લાઈનમાં ઊભા રહીને પણ વેકસિન લીધું અને ઘણા બધા લોકો એ પરાણે વેક્સિન લેવું પડ્યું છે અને હજુ બાકી રહી ગયા છે એમને પણ વેકસિન લેવું પડશે જ એવી સ્થિતિ સામે આવશે.

આ સમાચારને શેર કરો