ગુજરાત બોર્ડના ધો.11 અને 12ના અભ્યાસક્રમમાં નવા 7 વિષયો ઉમેરાશે.
ગુજરાતના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર આવ્યા છે વિદ્યાર્થીઓનું શાળામાં જ સ્કિલ ડેપલોપમેન્ટ થાય તે હેતુસર હવે રાજ્યની સ્કૂલોમાં ધોરણ 11 અને 12ના કોર્સમાં નવા વૈકલ્પિક વિષયો, ખેતી-ટૂરિઝમ સહિતના વિષદ દાખલ કરવામાં આવશે એટલું જ નહીં વિદ્યાર્થીઓને ફરજિયાત વૈદિક ગણિત શિખાડવામાં આવશે.
નવા વર્ષથી ગુજરાતની શાળાઓમાં નવા વિષયો દાખલ કરવામાં આવ્યા છે. રાજ્યની શાળાઓમાં વિદ્યાર્થીઓ ભારતીય સંસ્કૃતિ અને વારસાથી પરિચિત થાય તે માટે સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, આ માટે ધોરણ 6 થી 10ના વિદ્યાર્થીઓને વૈદિક ગણિત શીખવવામાં આવનાર છે જ્યારે શૈક્ષણિક વર્ષ 2021-22થી ધોરણ 11 અને 2022-23થી ધો.12માં 7 નવા વૈકલ્પિક વિષયો દાખલ કરવામાં આવશે.
નવી શિક્ષણનીતિ અંતર્ગત ગુજરાતની સ્કૂલોના વિદ્યાર્થીઓ ભારતીય સંસ્કૃતિ અને વારસાથી માહિતગાર થાય એ માટે નવા વિષયો દાખલ કરવાનો શિક્ષણ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ધોરણ 6થી 10ના વિદ્યાર્થીઓને વૈદિક ગણિત ભણાવવાની સરકારે જાહેરાત કરી હતી. ત્યારે આ વખતે શૈક્ષણિક વર્ષ 2021-22થી ધો.11માં અને 2022-23થી ધો.12માં વૈકલ્પિક વિષય તરીકે 7 નવા વિષયો દાખલ કરવામાં આવશે જે મામલે શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ ટ્વીટ કરી આ માહિતી આપી છે.
આ સાત વિષયનો ઉમેરો થશે
1,એગ્રિકલ્ચર ( પ્રાકૃતિક ખેતી)
2,એપરલ & મેઈડ UPS & હોમ ફર્નિશિંગ
3,ઓટોમોટિવ
4,બ્યૂટી એન્ડ વેલનેસ
5,ઇલેક્ટ્રોનિક્સ એન્ડ હાર્ડવેર
6,રિટેલ
7,ટૂરિઝમ એન્ડ હોસ્પિટલિટી