Placeholder canvas

વાંકાનેરમાં જીતુ સોમણી ભાજપના ઉમેદવાર: 5મી વખત ભાજપની ટીકીટ સોમણી પરિવારને.

વાંકાનેર: આખરે 67- વાંકાનેર કુવાડવા વિધાનસભા બેઠક પર જીતુ સોમણી ભાજપના ઉમેદવાર જાહેર થયા છે. 2017માં જીતુ સોમાણી કોંગ્રેસના ઉમેદવાર મહમદજાવીદ પીરઝાદા સામે માત્ર 1261 મતે હાર્યા હતા.

2002માં 67- વાંકાનેર કુવાડવા વિધાનસભા બેઠક પર જીતુ સોમણીના પત્ની જ્યોત્સનાબેન સોમણી પ્રથમ વખત ચૂંટણી લડતા હતા તેમની સામે કોંગ્રેસના ઉમેદવાર મહંમદજાવીદ પીરઝાદા પણ પ્રથમ વખત ચૂંટણી લડતા હતા તેઓ પોતાની ધારાસભાની પહેલી ચૂંટણી હારી ગયા હતા અને જ્યોત્સનાબેન સોમણી જીત્યા હતા.

2007માં 67- વાંકાનેર કુવાડવા વિધાનસભા બેઠક પર કોગ્રેસે ફરીવાર મહંમદજાવીદ પીરઝાદાની પસંદગી કરી તેમની સામે ભાજપમાંથી ફરી પાછા જ્યોત્સનાબેન સોમણી આવ્યા અને ભારે ઉત્તેજનાભરી ચૂંટણી બાદ કોંગ્રેસના ઉમેદવાર મહંમદજાવીદ પીરઝાદા આ ચૂંટણી જીતીને ગુજરાતની વિધાનસભા વાંકાનેરના પ્રતિનિધિ તરીકે પ્રથમ વખત પહોંચ્યાં.

2012માં 67- વાંકાનેર કુવાડવા વિધાનસભા બેઠક પર કોગ્રેસે ફરીવાર મહંમદજાવીદ પીરઝાદાની પસંદગી કરી તેમની સામે ભાજપે ઉમેદવાર બદલીને જ્યોત્સનાબેનના પતિ જીતુ સોમણીને પસંદ કર્યા, રસાકસી બાદ કોંગ્રેસના ઉમેદવાર મહંમદજાવીદ પીરઝાદા આ ચૂંટણી જીતુ સોમણી સામે જીતીને સતત બીજીવાર જીત મેળવી.

2017માં 67- વાંકાનેર કુવાડવા વિધાનસભા બેઠક પર કોગ્રેસે ફરીવાર મહંમદજાવીદ પીરઝાદાની પસંદગી કરી તેમની સામે ભાજપે પણ ફરીવાર જીતુ સોમણીને પસંદ કર્યા, ભારે રસાકસી ભરી ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર મહંમદજાવીદ પીરઝાદા આ ચૂંટણી જીતુ સોમણી સામે માત્ર 1261 મતેથી જીતીને સતત ત્રીજીવાર જીત મેળવીને હેટ્રિક મારી હતી.

હવે 2022મા પણ કોંગ્રેસ અને ભાજપે પોતાના ઉમેદવાર એ ના એ રાખ્યા છે અને વધુ એક વખત ભાજપમાંથી જીતુભાઈ સોમાણી અને કોંગ્રેસમાંથી મહંમદજાવીદ પીરઝાદાઆમને સામને ચૂંટણી લડશે….

આ વખતે વાંકાનેર સીટ પર ભાજપની ટિકિટ માટે ભારે રસાકસી હતી ટોટલ 35 વ્યક્તિઓએ ભાજપની ટિકિટ માંગી હતી જેમાં વાંકાનેરમાં ભાજપના બે ગ્રુપો એટલે કે કેસરીબાપાનું જુથ અને જીતુ સોમણી પોતાના જૂથમાં રહે તે માટે પ્રયત્નો કરતા હતા પરંતુ આપરે વાંકાનેરની ટિકિટ જીતુભાઈ સોમાણીને મળવાથી તેમનો હાથ ઉચ્ચો રહ્યો છે.

જ્યારે કોંગ્રેસે હજુ વાંકાનેર બેઠક પર પોતાના ઉમેદવાર જાહેર કર્યા નથી પરંતુ વાંકાનેર બેઠક પર સતત ત્રણ વખત ચૂંટાયેલા મહમદજાવીદ પીરઝાદાની પક્ષ ટિકિટ કાપે એવું લાગતું નથી, જેથી આ બેઠક ઉપર મહમદજાવીદ પીરઝાદા અથવા તે જેમને કહે તેમને ટિકિટ મળવાની સંપૂર્ણ સંભાવના છે આજ સાંજ સુધીમાં કોંગ્રેસના ઉમેદવાર પણ જાહેર થઇ શકે છે.

વાંકાનેર કુવાડવા બેઠક મતદારો અને લોકો વધુ એક વખત જીતુભાઈ સોમાણી અને જાવીદ પીરઝાદા વચ્ચે ચૂંટણી જોશે, માંણશે, અનુભવશે અને આખરે મતદારો ચુકાદો આપશે… આવી બધી જ ખબર જાણવા, વાંચવા માટે કપ્તાનની વેબસાઈટ જોતા રહો અથવા તો કપ્તાનનું facebook પેજ લાઈક અને ફોલો કરો.

આ સમાચારને શેર કરો