Placeholder canvas

વાંકાનેર: ટાઉનહોલ ખાતે પીએમ આવાસ યોજના હેઠળ 331 આવાસોનું લોકાપર્ણ…


વાંકાનેર ખાતે ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની અધ્યક્ષતામાં વિકસિત ભારત વિકસિત ગુજરાત ઇ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત વર્ચ્યુઅલ બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું પીએમ નરેન્દ્રભાઈ મોદી દ્વારા 2993 કરોડનાં ખર્ચે અને 131454 આવાસનું ઇ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત તમામ 182 વિધાનસભા વિસ્તારના પ્રધાનમંત્રી આવાસ યોજના 131454 લાખ લાભાર્થી પરિવારને પોતાના સપનાનું ઘર અર્પણ કરાયું. વાંકાનેર વિધાનસભામાં આયોજિત કાર્યક્રમમાં મોરબી જિલ્લા ભાજપ પ્રભારી ડો. હીતેશભાઈ ચૌધરી, રાજકોટ જીલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, મોરબી જિલ્લા પંચાયત ઉપપ્રમુખ હીરાભાઈ ટમારીયા, મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી જેઠાભાઈ મિયાત્રા, મોરબી જિલ્લા ભાજપ ઉપપ્રમુખ હિરેનભાઈ પારેખ, અશ્વિનભાઈ મેઘાણી, પ્રગ્નેસભાઈ વાઘેલા, પ્રગ્નેશભાઈ પટેલ, પ્રભુભાઈ વિજવાડીયા,સંગીતાબેન વોરા, રાજકોટ તાલુકા પંચાયત પ્રમુખ ચેતનભાઈ કથીરિયા,વાંકાનેર તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ હરૂભા ઝાલા,મોરબી જિલ્લા પંચાયત સદસ્ય જાહીરભાઈ શેરસીયા, રાજકોટ જીલ્લા પંચાયત સદસ્ય રાજાભાઈ ચાવડા,મોરબી જિલ્લા પંચાયત પુર્વ કારોબારી ચેરમેન શ્રી યુસુફભાઈ શેરસીયા, વાંકાનેર નગરપાલિકા પૂર્વ પ્રમુખ જયશ્રીબેન સેજપાલ વઘાસિયાનાં સરપંચ ધર્મેન્દ્રસિંહ ઝાલા, રાજકોટ તાલુકા પંચાયત પુર્વ પ્રમુખ પ્રકાશભાઈ કાકડિયા, તેમજ મોરબી જીલ્લા અને વાંકાનેર તાલુકા વાંકાનેર શહેરનાં ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારો, તાલુકા પંચાયત સદસ્યો સરપંચઓ અને વહીવટી તંત્રમાં અને ટીડીઓ આર. એમ. કોંઢીયા, મામલતદાર યુ. વી. કાનાણી અને સ્ટાફ તેમજ બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા.

વાંકાનેર શહેરના ટાઉનહોલ ખાતે વિકસિત ભારત, વિકસિત ગુજરાત અભિયાન અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજનાના આવાસોનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સમગ્ર ગુજરાતના 182 વિધાનસભા મતવિસ્તારોમાં યોજના હેઠળ નિર્માણ પામેલા આવાસોનું વર્ચ્યુઅલ ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ તકે વાંકાનેર વિધાનસભા વિસ્તારમાં વિવિધ યોજના હેઠળ નિર્માણ પામેલા કુલ 331 આવાસોનું લોકાપર્ણ કરવામાં આવ્યું હતું.

આ તકે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા યોજનાના લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલ સંવાદ કર્યો હતો, જેમાં બહોળી સંખ્યામાં વાંકાનેર શહેર તથા તાલુકાના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

આ સમાચારને શેર કરો