Placeholder canvas

વાંકાનેર: સિંધાવદર રેલ્વે સ્ટેશન નજીક દુકાનમાં જુગાર રમતા પાંચ ઝડપાયા

વાંકાનેર સિંધાવદર ગામના રેલ્વે સ્ટેશન સામે આવેલ દુકાનમાં જુગાર રમતા પાંચ ઇસમોને ઝડપી લઈને પોલીસે રોકડ રકમ રૂ ૧૮,૫૦૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન દરમિયાન બાતમીને આધારે સિંધાવદર રેલ્વે સ્ટેશન સામે આવેલ શુભમ કોમ્પ્લેક્ષ ૨ માં બીજા માળે રેડ કરી હતી જ્યાં આરોપી ગુલાબહુશેન શેરશીયાની દુકાનમાં જુગાર રમતા આરોપી ગુલાબહુશેન મીમનજી શેરશીયા, આશીફ ઇકબાલ માડકીયા, રફીક અબુ કાફી, ઈસ્માઈલ ઈબ્રાહીમ સુમરા અને મુકેશ ભાન્ગીલાલ શાહ એમ પાંચ ઇસમોને ઝડપી લીધા હતા જ્યાં સ્થળ પરથી પોલીસે રોકડ રકમ રૂ ૧૮,૫૦૦ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

આ સમાચારને શેર કરો