Placeholder canvas

વાંકાનેર: શિક્ષણ શાખાના ભ્રષ્ટાચારથી શિક્ષણ શાખાઓમાંથી શિક્ષકોને છુટા કરવાના આદેશને ઘોરીને પીઈ ગયા.!

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાની શિક્ષણ શાખામાં થયેલ ભ્રષ્ટાચારના કારણે હાલ ખુબજ ચર્ચામાં છે, શિક્ષણ શાખાઓમાં જો રેગ્યુલર ક્લાર્ક કામ કરતા હોય તો ત્રણ વર્ષે કલાર્કની બદલી થતી હોય જેના કારણે ભ્રષ્ટાચાર ઉપર અંકુશ આવી શકે જ્યારે છેલ્લા દશ બાર વર્ષથી શિક્ષકો શિક્ષણના ભોગે તાલુકા જિલ્લા પંચાયતની શિક્ષણ શાખાઓમાં કામગીરી કરી રહ્યા હોય, વર્ષોથી એકજ ટેબલ સંભાળતા હોય જેના કારણે વાંકાનેર શિક્ષણ શાખાઓમાં ભ્રષ્ટાચાર ફુલ્યો ફાલ્યો છે

ત્યારે તત્કાલીન જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તમામ તાલુકા વિકાસ અધિકારીઓને પત્ર લખી શિક્ષણ શાખાઓમાં કામ કરતા શિક્ષકો પાસેથી લેવાતી કામગીરી બંધ કરી ક્લાર્કને કામગીરી સોંપવાનો આદેશ કર્યો એને બે માસ જેટલો સમય વ્યતી ગયો હોવા છતાં ટંકારા તાલુકા સિવાય એકપણ તાલુકામાં આ પત્રનો અમલ કરેલ નથી અને જિલ્લા વિકાસ અધિકારીના આદેશનો ઉલાળ્યો કર્યો હોય એવું લાગી રહ્યું છે.

આ સમાચારને શેર કરો