વાંકાનેર

વાંકાનેર: જોધપર પાસે મોરબીના ટ્રાફિક જમાદારની કારને ટ્રકે પાછળથી ટક્કર મારી

મોરબી ટ્રાફિક શાખામાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા કર્મચારી વાંકાનેર તાલુકાના જોધપર ગામે પોતાના વતન જતા હતા ત્યારે ટ્રક ચાલકે તેમની સ્વીફ્ટ કારને પાછળથી ટક્કર મારતા કારની એરબેગ ખુલી જતા સદનસીબે કોઈ મોટી ઇજાઓ જ પહોંચી ન હતી.

મળેલી માહિતી મુજબ વાંકાનેરના જોધપર ગામના ખારી વિસ્તાર પાસે સ્વીફ્ટ કાર નંબર જીજે–03–FD–7884 લઈને જઈ રહેલા મોરબી ટ્રાફિક શાખામાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા અમિયલભાઈ આહમદભાઈ શેરસિયાની ગાડીને પાછળ આવી રહેલા ટ્રક જીજે–36–V–2329ના ચાલકે બેફિકરાઈથી પોતાનો ટ્રક ચલાવી સ્વીફ્ટ કાર પાછળ ટ્રક અથડાવતા ફરિયાદી જમાદાર અમિયલભાઈને ઇજાઓ પહોચતા ટ્રક ચાલક વિરુદ્ધ વાંકાનેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

આ સમાચારને શેર કરો