Placeholder canvas

મોરબી નગરપાલિકાએ હાઇકોર્ટ સમક્ષ સ્વીકારી મોટી વાત, કઈ વાત? જાણવા વાંચો.

મોરબી ઝુલતો પુલ તુટવાની દુર્ઘટનાને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં મોરબી નગરપાલિકાએ હાઇકોર્ટ સમક્ષ સ્વીકાર કર્યો છે કે જે દિવસે પુલ તપટ્યો તે દિવસે પણ પુલના ઉપયોગ માટેની કોઇ મંજુરી આપવામાં આવી નહોતી. જેમાં ડિસેમ્બર 2021થી માર્ચ 2022 સુધી બ્રિજ જોખમી હાલતમાં હોવાની જાણ હોવા છતા પુલનો ઉપયોગ જાહેર જનતા માટે કરાયો હતો. જેના પગલે હાઇકોર્ટે મોરબી નગરપાલિકા સામે કરી આકરી ટીપ્પણી કરી છે. તેમજ કહ્યું છે કે, જનરલ બોર્ડની મંજૂરી લીધા વિના અંજતા ગ્રુપને કામ કઇ રીતે અપાયુ. તેમજ MOU કે એગ્રીમેન્ટ વિના પુલના ઉપયોગની છુટ કઇ રીતે અપાઇ. આ ઉપરાત હાઇકોર્ટે 24 નવેમ્બરના રોજ ઇન્ચાર્જ ચીફ ઓફિસરને રુબરુ હાજર રહેવા આદેશ આપ્યો છે. તેમજ કોર્ટે ઉઠાવેલા સવાલોના જવાબ સોંગદનામા પર રજુ કરવા પણ આદેશ આપ્યો છે. આ કેસની વધુ સુનાવણી 24 નવેમ્બરે વધુ હાથ ધરાશે.

મોરબી ઝૂલતો બ્રિજ દુર્ઘટના મામલે હાઇકોર્ટમાં ફરી એક વખત સુનાવણી હાથ ધરાઇ હતી. સમગ્ર મામલે ગુજરાત હાઇકોર્ટે સુઓમોટો અરજી દાખલ કરી છે. હાઇકોર્ટે મોરબી દુર્ઘટના મામલે ગૃહ વિભાગ, ચીફ સેક્રેટરી, મોરબી નગરપાલિકા, કમિશનર ઓફ મ્યુનિસિપાલિટી અને માનવ અધિકાર પંચને હાઇકોર્ટે નોટિસ ઇસ્યુ કરી હતી અને 10 દિવસમાં રિપોર્ટ કરવા હુકમ કર્યો હતો. જો કે મોરબી નગરપાલિકા દ્વારા કોઇ જવાબ આપવામાં આવ્યો નથી. ત્યારે મોરબી બ્રિજ દુર્ઘટના મામલે હાઇકોર્ટ લાલઘુમ થઇ છે.

ગુજરાત હાઇકોર્ટે મ્યુનિસિપાલિટીને નોટિસ અંગે જવાબ ન આપતા ગંભીર નોંધ લીધી છે. મોરબી મ્યુનિસિપાલિટીને સાંજે સાડા ચાર વાગ્યા સુધી જવાબ રજૂ કરવા આદેશ કરાયો છે. જવાબ રજૂ ન કરે તો રૂ.1 લાખનો દંડ ભરવા તૈયાર રહેવા સૂચના આપી છે.

મોરબી દુર્ઘટના કેસ મામલે ગઇકાલે 15 નવેમ્બરના રોજ પણ ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. સુનાવણી દરમિયાન ગુજરાત હાઇકોર્ટે મોરબી નગરપાલિકાને સુપર સીડ શા માટે નથી કરી તેનો ખુલાસો માંગ્યો છે. આ ઉપરાંત બ્રિજ તૂટવાની દુર્ઘટનામાં જવાબદાર કોણ તેનો પણ સરકાર સ્પષ્ટ જવાબ આપે તેવો હુકમ કર્યો. આ સાથે જ ચીફ ઓફિસર સામે સરકારે શું પગલા લીધા તે મામલે પણ સવાલો કર્યા હતા. આ સાથે ગુજરાત હાઇકોર્ટે સરકાર અને જવાબદારોને સવાલ કરતા કહ્યું કે, કોઈપણ જવાબદારી નક્કી ન થાય એવું એગ્રીમેન્ટ શા માટે તૈયાર કરવામાં આવ્યું છે.

આ સમાચારને શેર કરો