મોરબી પોલીસે છ ગુન્હેગારોને પાસા હેઠળ જુદી જુદી જેલમાં ધકેલીયા

મોરબી : મોરબી જીલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં મારામારી, પ્રોહીબીશન અને ચોરી સહિતના ગુન્હાઓમા સંડોવાયેલ છ ગુન્હેગારોને મોરબી પોલીસે પાસા હેઠળ અલગ – અલગ જેલમાં ધકેલી દીધા છે.

મોરબીના જુદા – જુદા પોલીસ મથક હેઠળ ચોરી, પ્રોહીબિશન અને મારામારી સહિતના ગુન્હામાં સંડોવાયેલા છ ગુન્હેગારો વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી જિલ્લા પોલીસવડા દ્વારા મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટ તરફ મોકલતા જીલ્લા મેજિસ્ટ્રેટ મોરબી દ્વારા કુલ ૬ ગુનેગારોના પાસા વોરંટ ઇશ્યુ કરતા એલસીબી ટીમની આગેવાની હેઠળ અલગ – અલગ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા છ એ છ ગુન્હેગારોને ઝડપી અલગ – અલગ જેલમાં મોકલી આપ્યા છે.

પાસા હેઠળ પોલીસે મોરબીના સલીમ ઉર્ફ સલો જુસબભાઇ કટીયા, નીજામ જુસબભાઇ કટીયા, મોરબીના લાલપરમાં રહેતો ગૌતમ ઉર્ફ ગવો ટપુભાઇ ડાભી, મોરથરા થાનગઢનો રાકેશભાઇ દેવજીભાઇ મકવાણા, ટંકારાના મેઘપર ઝાલા ગામે રહેતો ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ધમો દિલુભા ઝાલા, માળીયા તાલુકાના મોટા દહીંસરા ગામનો જલ્પેશ ઉર્ફે જપો વિનોદભાઇ ખાખીને પકડી પાડી અલગ અલગ જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.


આ સમાચારને શેર કરો