ટંકારા નજીક બાઈક ડિવાઈડર સાથે અથડાતા એકનું મોત, એક ગંભીર

ટંકારા : ટંકારા નજીક આજે ડબલ સવાર બાઈક ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું.જ્યારે બીજા વ્યક્તિની હાલત ગંભીર ગણાવાઈ રહી છે.

આ અકસ્માતની પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટ મોરબી હાઇવે ઉપર ટંકારાથી લજાઈ તરફ વચ્ચે આવતા તેરનાલા પાસે ડિવાઈડર સાથે ડબલ સવાર બાઈક ધડાકાભેર અથડાયું હતું આ ઘટનામાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.જ્યારે બીજા વ્યક્તિને ગંભીર ઇજા થતાં તેને 108 મારફત હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો છે. આ બનાવની સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. બાઈક સવાર બન્ને પરપ્રાંતીય શ્રમિકો હોવાનું જાણવા મળ્યું છે અને આ બન્ને પરપ્રાંતીય શ્રમિકોને મિતાણાથી મોરબી તરફ જતી વખતે અકસ્માત નડ્યો હતો.

આ સમાચારને શેર કરો