Placeholder canvas

રાજકોટ ક્લેઇમ બાર એસોસિએશનમાં ઉપ પ્રમુખ પદે વાંકાનેરના એ.યુ.બાદી બીનહરીફ

રાજકોટ ક્લેઇમ બાર એસોસિએશનમાં વાંકાનેરના એ યુ બાદી ઉપ પ્રમુખ તરીકે બીન હરીફ જાહેર થયા છે.

દર વર્ષ ની માફક આ વર્ષે પણ 2022 ના વર્ષ માટે હોદ્દેદારોની તથા કારોબારી સભ્યો માટે ચૂટણી જાહેર થયેલ હતી.જેમાં ઉપપ્રમુખ ના હોદા માટે વાંકાનેરના એ. યુ.બાદી એ ફોર્મ ભરાવેલ હતુ જેની સામે બીજા કોઈ વકીલો દ્વારા ફોર્મ ભરેલ ન હોય જેથી તે બિનહરીફ વિજેતા થયેલ તથા બીજા હોદ્દાઓ માટે આગામી સોમવારે ચૂટણી યોજાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે એ. યુ.બાદી એ વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામના વતની છે અને તેઓ વીમા ક્લેઇમની પ્રેક્ટિસ રાજકોટમાં કરે છે.

આ સમાચારને શેર કરો