વાંકાનેર: વિદેશી દારૂના ગુનામાં સંડોવાયેલ પિતા-પુત્ર પાસા હેઠળ જેલભેગા

મોરબી: મોરબી જિલ્લામાં વિદેશી દારૂના વેચાણ જેવી અસામાજિક પ્રવૃત્તિઓ ડામવા માટે પોલીસ દ્વારા સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ અંતર્ગત વાંકાનેર તાલુકાના ગુંદાખડા ગામના રહેવાસી પિતા-પુત્ર વિરુદ્ધ પાસા (PASA) દરખાસ્ત મંજૂર થતાં મોરબી ક્રાઈમ બ્રાન્ચે બંને આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મુખ્ય વિગતો: પોલીસની આ કડક કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ […]

ચૂંટણી પૂર્વે દારૂના ગુનામાં સંડોવાયેલા ચંદ્રપુરના શખ્સને પાસા હેઠળ જેલ હવાલે કરાયો

આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ શાંતિપૂર્ણ અને ભયમુક્ત વાતાવરણમાં યોજાય તે હેતુથી પોલીસ દ્વારા ગુનાહિત પ્રવૃત્તિઓ કરતા ઇસમો વિરુદ્ધ કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા માટે અસામાજિક તત્વો વિરુદ્ધ પાસાના શસ્ત્રનો ઉપયોગ કરી અલગ-અલગ જેલ ભેગા કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહી અંતર્ગત વાંકાનેરના ચંદ્રપુર વિસ્તારમાં રહેતા મહમદ […]

માળિયા પોલીસનો સપાટો: દારૂના બે બુટલેગરોને ‘પાસા’ હેઠળ જેલભેગા કરાયા…

માળિયા મિયાણા: મોરબી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા તેમજ અસામાજિક પ્રવૃત્તિઓ ડામવા માટે પોલીસ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. માળિયા મિયાણા તાલુકામાં દારૂના ગુનામાં વારંવાર સંડોવાયેલા બે રીઢા શખ્સો વિરુદ્ધ પાસા (PASA) હેઠળ કાર્યવાહી કરી તેઓને રાજ્યની અલગ-અલગ જેલોમાં ધકેલી દેવામાં આવ્યા છે. પીઆઈ કે.કે. દરબારની કડક કાર્યવાહીમાળિયા મિયાણા પોલીસ મથકના પીઆઈ કે.કે. દરબાર […]

વાંકાનેર : દારૂના ગુનામાં સંડોવાયેલ ચંદ્રપુરનો શખ્સ પાસામાં જેલહવાલે…

વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસ મથક વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા અને અગાઉ ઇંગ્લીશ દારૂના ગુનાઓમાં પકડાયેલ ઇમરાનભાઇ ઉર્ફે ભુરો ઇબ્રાહીમભાઇ પઠાણ ઉવ.૪૧,રહે. ચંદ્રપુર, ગેલેક્સી સોસાયટી તા.વાંકાનેર વિરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજી.ને મોકલતા તેઓએ મંજૂરી આપતા તેની અટકાયત કરી મધ્યસ્થ જેલ,વડોદરા ખાતે મોકલી આપેલ છે. તેમ વાંકાનેર તાલુકા પોલીસની યાદીમાં જણાવાયું છે.

વાંકાનેરમાં દારૂના ગુન્હામાં સંડોવાયેલ રાજકોટના શખ્સની પાસા હેઠળ અટકાયત

વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલ દારૂના ગુન્હામાં આરોપી યાસીન રહીમભાઈ સમાં રહે.દૂધની ડેરી પાસે રાજકોટ વાળા વિરુદ્ધ જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ પાસા દરખાસ્ત મુકવામાં આવતા પાસા દરખાસ્ત મંજુર થતા વાંકાનેર તાલુકા પોલીસે પાસા વોરંટની બજવણી કરી આરોપી યાસીન સમાને અટકાયતમાં લઈ લાજપોર જેલ સુરત ખાતે મોકલી આપ્યો છે.

વાંકાનેર: લુણસર ગામનો વતની સંજય પ્રોહીબીશનના ગુનામાં પાસા હેઠળ જેલહવાલે…

મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલ વિદેશી દારૂના ગુન્હામાં સંડોવાયેલ રાજકોટના માધાપર ગામના મનહરપુરમા રહેતો મૂળ વાંકાનેર તાલુકાના મોટા લુણસર ગામના વતની આરોપી સંજય ઉર્ફે રાજુસિંગ રાણાભાઈ વરુ ઉ.34 નામના શખ્સ વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર થઈ મંજુર થતા મોરબી એલસીબી ટીમે આરોપીને ઝડપી લઈ ભાવનગર જિલ્લા જેલ ખાતે મોકલી આપ્યો હતો.

વાંકાનેરમાં દારૂની પ્રવૃતિ સાથે સંકળાયેલો શખ્સ પાસા તળે જેલહવાલે

વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં અગાઉ દારૂની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ શખ્સ આશિષ હેમુભાઈ ઉધરેજીયા ઉ.વ.25 રહે. જોરાવરનગર, સુરેન્દ્રનગરવાળા સામે પાસા દરખાસ્ત તૈયાર કરી જિલ્લા કલેકટર સમક્ષ મોકલતા તેઓએ મંજુર કરી હતી. જેથી વાંકાનેર તાલુકા પોલીસે પાસા વોરંટની બજવણી કરી આ શખ્સને અમદાવાદ મધ્યસ્થ જેલ હવાલે કર્યો છે.

વાંકાનેર પોલીસે બે વ્યાજખોરને પાસાના પાંજરે પૂર્યા…

અરણીટીંબા ગામે વ્યાજની પઠાણી ઉઘરાણી કરી ફાયરિંગ કરનાર બન્ને શખ્સને અલગ અલગ જેલમાં મોકલી આપાયા… વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામે વ્યાજની પઠાણી ઉઘરાણી કરી ફાયરિંગ કરનાર બે શખ્સો વિરુદ્ધ લોકસભા ચૂંટણી અનુસંધાને પાસા દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટે બન્નેની દરખાસ્ત મંજુર કરતા વાંકાનેર તાલુકા પોલીસે બન્નેને ઝડપી લઈ અલગ અલગ જેલમાં મોકલી આપ્યા હતા. જાણવા મળતી […]

મોરબી એલસીબીએ ચોટીલાના શખ્સને પાસામાં જેલભેગો કર્યો.

મોરબી : મોરબી જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં દેશી દારૂના ગુન્હામાં સંડોવાયેલ ચોટીલાના ખાટડી ગામના રહેવાસી મનોજ મોહનભાઇ સાગઠિયાને મોરબી એલસીબીએ ખાટડી ગામેથી ઝડપી લઈ જિલ્લા મેજિસ્ટ્રેટના પાસા વોરંટની બજવણી કરી લાજપોર જેલ સુરત ખાતે મોકલી દીધો છે.

હળવદ: મારામારીના ગુન્હામાં સંડોવાયેલ બે ઇસમો પાસા હેઠળ જેલ હવાલે  

હળવદ પોલીસ મથક વિસ્તારમાં મારામારીના ગુન્હામાં સંડોવાયેલ બે ઇસમોને પાસા હેઠળ ધકેલીને હળવદ પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ પોલીસના મારામારીના ગુન્હામાં સંડોવાયેલ હળવદના શહેરના કણબીપરામા રહેતા આરોપી ધર્મેન્દ્ર ઉર્ફે ધમો ચમનભાઈ ગોઠી તથા કૃષ્ણનગરમાં રહેતા આરોપી મેહુલ ઉર્ફ મેરીઓ ઉર્ફે મેરો કાળુભાઈ કણજરીયાની હળવદ પોલીસ અટકાયત કરી ધર્મેન્દ્રને […]