મનોજભાઈ સોરઠીયા પર જીવલેણ હુમલો કરનારને કડક સજા કરવાની મોરબી “આપ”ની માંગ

ગાંધીના અહિંસક ગુજરાતમાં આમ આદમી પાર્ટી ગુજરાત મહામંત્રી પર થયેલ હુમલો એ ગુજરાતની રાજનીતિમાં કલંક સમાન ગણાય.

મોરબી: સુરત ખાતે તા. ૩૦/૮/૨૦૨૨ની રાત્રીએ આમ આદમી પાર્ટી ગુજરાતના મહામંત્રી મનોજભાઈ સોરઠીયા પર ભાજપના લુખ્ખાઓ દ્વારા હુમલો કરતા આમ આદમી પાર્ટી મોરબી દ્વારા સખત વિરોધ નોંધાવેલ.

સુરતના સીમાડાના નાકા વિસ્તારમાં આમ આદમી પાર્ટીના કાર્યક્તાઓ દ્વારા ગણપતિજી ની સ્થાપનાનું આયોજન કરેલ જેને જોવા માટે અમદાવાદથી રાતે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજભાઈ સોરઠીયા પધારેલ જે અંગે ભાજપમાં લુખ્ખાઓ ને જાણ થતાં તેમના પર જીવલેણ હુમલો કરવા આવેલ જેને આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોરીયાની આગેવાની હેઠળ કડક શબ્દોમાં વખોડવામાં આવેલ અને મોરબી જિલ્લા કલેક્ટર થ્રુ ગૃહરાજ્ય મંત્રીને વિનંતી કરવામાં આવેલ કે આપ ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી છો કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે આપની મુખ્ય ફરજ છે આ ગાંધીજીનું અહિંસક ગુજરાત છે જ્યાં હિંસાને કોઈ સ્થાન નથી ગુજરાત રાજ્યની શાંતિને જે પણ ડોહલવાનો પ્રયાસ કરતા હોય તેને કડક સજા થવી જોઈએ.

ગુજરાતની શાંતિ જળવાય રહે તે માટે ભાજપમાં રહેલ લુખ્ખા અને આવારા તત્વો પર લગામ લગાવવી ખુબજ જરૂરી છે અન્યથા ગુજરાતમાં અશાંતિ ફેલાશે અને જેના એક રીતે આપ જવાબદાર રહેશો. કેમ કે જો આપ અશાંતિ ફેલાવનાર લુખ્ખાઓ વિરુદ્ધ કડક વલણ નહીં અપનાવો તો આપજ બદનામ થશો તેથી આપને વિનંતિ છે કે મનોજભાઈ સોરઠીયા પર જીવલેણ હુમલો કરનાર પર તાત્કાલિક કડક કાર્યવાહી કરો અન્યથા ગુજરાતની શાંતિપ્રિય જનતા આપના વિરુદ્ધ જશે.

આ સમાચારને શેર કરો