વાંકાનેર: ભાયાતી જાંબુડીયા ગામેની યુવતી લાપતા…

વાંકાનેર : વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડીયા ગામે રહેતા નાથાભાઇ વીરાભાઇ સાગઠીયાની પુત્રી જાગૃતિબેન, ઉ.18 વર્ષ 3 મહીના ગત તા.25 ઓગસ્ટના રોજ ઘેરથી કોઈને કહ્યા વગર ચાલી જતા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ગુમસુધા નોંધ કરાવી છે.

જાગૃતિબેન ઘેરથી નીકળ્યા ત્યારે કબુતરી કલરનો ડ્રેસ તથા લાલ દુપટ્ટો પહેરેલ હતા અને તેને જમણા હાથમાં અંગ્રેજીમાં જાગૃતિ ત્રોફાવેલ છે. તેમની ઉંચાઇ આશરે પાંચેક ફુટ છે અને શરીરે મધ્યમ બાંધાની અને દેખાવે રૂપાળા છે.જેથી ઉપરોક્ત વર્ણન વાળા બહેન જોવા મળે તો નજીકના પોલીસ મથકે જાણ કરવા અનુરોધ કરાયો છે.

આ સમાચારને શેર કરો