Placeholder canvas

રાજકોટ જિલ્લા દુધ સંઘે પંચાસિયા દૂધ મંડળી પાસે હિસાબી અનિયમીતતા અંગે ખુલાસો માંગ્યો.

વાંકાનેર: પંચાસીયા દૂધ મંડળીમાં 22 લાખનો ગોટાળો થયાનો આક્ષેપ થયો હતો અને તેમની અનુસંધાને તપાસ અધિકારી નિમવામાં આવ્યા હતા. આ તપાસ અધિકારીએ પંચાસીયા દૂધ મંડળીમાં તપાસ કર્યા બાદ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું હતું, ત્યારે એવું લાગતું હતું કે હવે આ વાદ વિવાદ અહીં પૂરા થશે. પરંતુ એવું થયું નથી, રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘે પંચાસીયા દૂધ મંડળી પાસે હિસાબમાં અનિયમિતતા બાબતનો ખુલાસો માંગ્યો છે.

પંચાસિયા દૂધ મંડળીનાં સભાસદ ઉસ્માનભાઈ ઈબ્રાહીમભાઈ બાદી તરફથી તા. ૨૪/૦૮/૨૦૨૨નાં રોજ સંઘને મળેલ અરજી અનુસંધાને પંચાસિયા દૂધ મંડળીનાં વર્ષ ૨૦૨૧-૨૨નાં તારીજમાં ઉધા૨ બાજુ શ્રી ડુબત લેણા ફંડ ખાતે રૂા. ૬૦,૦૦૦/- દર્શાવેલ છે. અને વર્ષ ૨૦૨૦–૨૧ની સરખામણીએ વર્ષ ૨૦૨૧-૨૨નાં પાકા સ૨વૈયામાં ડુબત લેણા ફંડમાં તેટલી ૨કમ ઓછી બતાવેલ છે. જેના ઉ૫૨થી મંડળીએ ડુબત લેણા ફંડમાંથી રૂા. ૬૦,૦૦૦|– ઉધારેલ છે તેવુ જણાય છે તો ડુબત લેણા ફંડમાંથી કયા હેતુ માટે આ ૨કમ ઉધારેલ છે તેનો ખુલાસો ૨જુ કરવા જણાવવામાં આવે છે. સહકારી કાયદાની કલમ ૬૭ (ક) ની જોગવાઈઓનું પાલન કરીને જ ડુબત લેણા ફંડનો ઉપયોગ કરી શકાય છે.

હવે આ બાબતે મંડળીને ખુલાસો કરવાનો રહેશે, અમોએ આ ક્ષેત્રના જાણકાર લોકો પાસેથી માહિતી મેળવી હતી કે મોટાભાગે મંડળી આ ફંડનો ઉપયોગ મંજૂરીની અપેક્ષાએ કરતા હોય છે અને આવી મંડળી કદાચ વાંકાનેરમાં પંચાસિયા દૂધ મળી એક જ નહીં હોય બીજી મંડળીઓમાં પણ આ રીતે ફંડનો ઉપયોગ થયો હોય તેવું કદાચ બની શકે. પરંતુ વાદવિવાદના કારણે ખુલાસો માંગ્યો હોય એવું બની શકે… જોઈએ હવે આગળ શું થાય છે.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/KWrV1cAnB5W0QZLBG5exsV

સૌથી પહેલા સમાચાર વાંચવા અને જાણવા માટે કપ્તાન ન્યુઝની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો. કપ્તાન ન્યૂઝની મોબાઇલ એપ play store માંથી ફ્રી માં ડાઉનલોડ કરી શકશો…

કપ્તાન ન્યૂઝની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરવા માટે નીચેની લીંક પર ક્લિક કરો… https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો