Placeholder canvas

ખીજડીયા: દારૂલ ઉલૂમ હક્કાનિયામાં મોઇનબાપુનું આગમન : મુલાકાત માટે લોકોનો ઘસારો…

વાંકાનેર તાલુકાના ખીજડીયા ગામે આવેલ દારૂલ ઉલૂમ હક્કાનિયા અહેલે સુન્નત-ખીજડીયામાં ડૉ.ગુલામમોઇનુદીન સાહેબ (મોઇનબાપુ)નું આગમન થતા તેમની મુલાકાત માટે સમગ્ર સૌરાષ્ટ્ર ભરમાંથી લોકો આવી રહ્યા છે.

ગઈકાલે એટલે કે સોમવારે દારૂલ ઉલુમ હક્કાનીયામાં એક ખાસ પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો જેમાં મોઇનબાપુ એ ધાર્મિક, સામાજિક અને શૈક્ષણિક બાબતો પર લોકોને નસિહત (સમજ) આપી હતી. તેમજ ખાસ કરીને ખીજડીયા ગામના યુવાન સરફરાજ શેરસીયા જેવોએ તાજેતરમાં લેવાયેલી પીએસઆઇની પરીક્ષા પાસ કરેલ છે, જેથી તેમનું મોઇનબાપુના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત હક્કાનિયા સ્કૂલના શિક્ષક રૂકમુદીન શેરસીયાને ગવર્મેન્ટ જોબ મળતા તેઓનું સન્માન કરીને વિદાય આપી હતી. તેમજ સાથોસાથ સ્કૂલના તમામ શિક્ષકો અને મદ્રાસાના આલીમોનું પણ સન્માન કરીને ભેટ-સોગંદ આપી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા તેમજ ઘણા લોકોએ મોઇનબાપુની બૈયત લીધી હતી આ સમયે મોઇનબાપુએ નમાજ પઢવા ઉપર વિશેષ ભાર આપ્યો હતો અને સરીયત મુજબ જિંદગી ગુજારવાનું કહ્યું હતું. મોઇનબાપુ 27 તારીખ સુધી અહીં રોકાશે. અહીં એ પણ ઉલ્લેખનીય છે કે મોઇનબાપુ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના વિદ્યાર્થી છે, તેઓ કેમેસ્ટ્રીમાં Ph.d. કરીને ONGCમાં કલાસ-વન અધિકારી તરીકે સેવા નિવૃત થયેલ છે. તેઓ દારૂલ ઉલુમ હક્કાનિયા એહલે સુન્નત ખીજડિયાના સ્થાપક પીરે તરીકત સૈયદ અબ્દુલ હક્કસાહેબના દીકરા છે અને ખાનકા એ ગુલશન ચિસ્ત-અજમેરના ગાદીનશીન છે.

સૌથી પહેલા સમાચાર વાંચવા અને જાણવા માટે કપ્તાન ન્યુઝની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો. કપ્તાન ન્યૂઝની મોબાઇલ એપ play store માંથી ફ્રી માં ડાઉનલોડ કરી શકશો…

કપ્તાન ન્યૂઝની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરવા માટે નીચેની લીંક પર ક્લિક કરો… https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો