skip to content

ધો.12 કોમર્સમાં કુરાન-એ-હાફીઝ વસીમરઝા માથકીયાએ A-1 ગ્રેડ મેળવ્યો

વાંકાનેર : વાંકાનેર તાલુકાના પીપળીયા ગામમાં રહેતા બશિરભાઈ માથકિયા ના દીકરા વસીમરઝા માથકિયા જેવો એ પીપળીયા રાજમાં આવેલ દારૂલ ઉલુમ ગૌસે સમદાનીમાંથી હાફિઝ-એ-કુરાનની પદવી (સંપૂર્ણ કુરાન કંઠસ્થ કર્યાની ડીગ્રી) મેળવીને તેઓ હાલમાં મોર્ડન સ્કૂલમાં 12 કોમર્સમાં અભ્યાસ કરતા હતા તેઓએ 12 કોમર્સમાં 99.54 PR (92.60 %) મેળવેલ છે.

મોટો ભાગે ધાર્મિક અભ્યાસ કરનાર લોકો દુનિયાવી અભ્યાસ કરતા હોતા નથી પરંતુ થોડા વર્ષોથી આ માન્યતામાં ફેરફાર થયો છે અને વાંકાનેરમાં વસીમરઝા માથકીયાએ ધોરણ 12 કોમર્સમાં એ વન ગ્રેડ મેળવીને ધાર્મિક જ્ઞાનની સાથે સાથે દુનિયાવી જ્ઞાન મેળવીને ઉચ્ચ કારકિર્દી ઘડી શકાય તેવો મેસેજ પૂરો પાડ્યો છે. જોકે આમ જોઈએ તો જે વ્યક્તિ આખે આખું કુરાન કંઠસ્થ (મોઢે) યાદ રાખી શકતો હોય તેમની માટે આ 12 કોમર્સની નાની નાની ચોપડીઓ યાદ રાખવી એ કોઈ મોટી વાત ન કહેવાય…

હાફિઝ વસીમ રઝા માથકિયાને અને તેમના પરિવારને ખુબ ખુબ મુબારકબાદી…

આ સમાચારને શેર કરો