મોરબીથી લાપતા થયેલી યુવતી પ્રેમી સાથે વાંકાનેર પોલીસ મથકમાં હાજર થઈ !

મોરબી : મોરબીના નવલખી રોડ ઉપર લાયન્સનગરમાં રહેતી યુવતી ત્રણેક દિવસ પહેલા લાપતા બન્યા બાદ ગઈકાલે વાંકાનેર પોલીસ મથકમાં પ્રેમી સાથે લગ્ન કરી લીધા હોવાનું જણાવી હાજર થઈ હતી.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ગત તા.4 જાન્યુઆરીના રોજ મોરબીના નવલખી રોડ લાયન્સનગરમાંથી પાયલબેન ધરમદાસભાઇ રાબડીયા નામની યુવતી ગુમ થઈ જતા તેમના પિતા દ્વારા ગુમસુધા નોંધ કરાવવામાં આવી હતી.

જ્યારે બીજી તરફ ગઈકાલે વાંકાનેર સીટી પોલીસ મથકમાં આ યુવતી તેના પાડોશમાં રહેતા વિજય પ્રેમજીભાઇ સોલંકી સાથે પ્રેમ સંબંધને લઇ લગ્ન કરી સાથે રહેવા જતી રહી હોવાનું જાહેર કરતા પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો.

આ સમાચારને શેર કરો