Placeholder canvas

વાંકાનેર તાલુકામાં લમ્પી વાયરસે દેખા દીધી:તંત્ર ઊંઘમાં !!

વાંકાનેર તાલુકામાં લમ્પી વાયરસનું આગમન થઈ ગયું છે અને કેટલાક પશુને તેના ભરડામાં લઈ લીધા છે.પરંતુ તંત્ર હજુ ઊંઘમાં હોય તેવું લાગી રહ્યું છે.

મળેલી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના ખીજડીયા ગામમાં સાત થી આઠ ગાયોમાં લંપી વાયરસના લક્ષણો દેખાયા છે, વાંકાનેર તાલુકામાં 15 થી 20 પશુમાં આ વર્ષ દેખાડો હોવાની વાતો થઈ રહી છે. જેથી માલધારી સમાજમાં ફફળાટ વ્યાપી ગયો છે. પોતાના પશુને આ રોગથી કેમ બચાવવા તે માટે પ્રયત્નો કરી રહ્યા છે. ખાટલે મોટી ખોટ એ છે કે આ વિસ્તારમાં સિંધાવદરમાં સરકારી પશુ દવાખાનું આવેલ છે ત્યાં કોઈ ડોક્ટર હાજર જ નથી.

ખીજડીયાના પશુપાલકોએ 1962 માં ફોન કર્યો તો તેઓએ બે દિવસ બાદ તમારા પશુઓને વેકશીન આપવાનું કહ્યું, ત્યારે માલધારીની ચિંતા એ છે કે બે દિવસમાં આ રોગ વધુ ફેલાઈ જશે તો તેમના વધુ પશુઓ આમનો ભોગ બનશે.

જાણવા મળેલી માહિતી મુજબ અહીંયા દૂધ મંડળી પણ પશુને વેકશીન માટે પ્રયત્નો કરી રહી છે, પરંતુ વેકશીન સમયસર નથી મળ્યું રહ્યું તેવી મોટાભાગના પશુપાલકોની ફરિયાદ છે. જાહેરમાં તંત્ર અને સરકાર એવા બણગા ફેંકી રહી છે કે દરેક પશુઓને વેકશીન આપવામાં આવશે… પરંતુ ક્યારે એ કોઈ કહેતું નથી ! શુ વેકશીન લમ્પી વાયરસ આવી ગયા પછી આપવામાં આવશે ? માલધારીઓએ 1962 માં જાણ કરતા ત્યાંથી પણ જવાબ એવો જ મળે છે કે બે દિવસ બાદ વેકશીન આપીશું ! તેમનો સીધો મતલબ એ જ થાય કે અત્યારે તેમની પાસે પૂરતા પ્રમાણમાં વેકેશન નથી અથવા તો સ્ટાફ નથી જેથી તેમને મુદત આપવી પડી રહી છે. તો આ ઝડપથી ફેલાતા વાયરસ માટે બે દિવસ સમય શું વધારે પડતો ન કહેવાય ?

છેલ્લા બે ત્રણ મહિનાથી લમ્પી નામની બૂમો ફરતી બાજુથી સંભળાતી હતી ત્યારે તંત્રને સરકારે અત્યાર સુધી શું કર્યું ? આવું તેને પૂછનાર કોઈ નથી. જેમને ખોબલે ને ધોબલે મત આપ્યા છે તે અત્યારે શોધ્યા જડતા નથી ! અને જ્યારે પશુપાલકો, માલધારી તકલીફમાં છે, પરેશાનીમાં છે ત્યારે તે કઈ ગુફામાં સંતાયેલા છે ? શા માટે સંતાયેલા છે તેમનો જવાબ આ

માલધારીઓની માંગ છે કે આ લમ્પી વાયરસ વધુ ફેલાય અને વધુ પશુઓનો ભોગ લે તે પહેલા ખરેખર તંત્ર અને સરકાર હરકતમાં આવે (માત્ર જાહેરાત કરવા માટે નહીં) પૂરતા પ્રમાણમાં વેકેશીન પૂરું પાડીને વેક્સિનેશન કરાવે તે ખૂબ જરૂરી છે. આ સમયે જો લમ્પી વાયરસના કારણે અબોલ જીવો જેમાં ખાસ કરીને ગાયોના મોત થાય તો તેમના માટે જવાબદાર કોણ ? અહીંયા એ પણ ઉલ્લેખ કરવો જરૂરી છે કે જીવદયા વાળા લોકો પણ આગળ આવે અને તંત્ર અને સરકારના કાન આંબળે જેથી કરીને અબોલ પશુઓના જીવ બચાવી શકાય, આ સમયે જે લોકો કામ કરે તે જ ખરા સેવકો બાકી તો બધા તકસાધુ, સત્તા લાલચુ અને માલ લાલચુ…

સૌથી પહેલા સમાચાર વાંચવા અને જાણવા માટે કપ્તાન ન્યુઝની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો. કપ્તાન ન્યૂઝની મોબાઇલ એપ play store માંથી ફ્રી માં ડાઉનલોડ કરી શકશો…

કપ્તાન ન્યૂઝની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરવા માટે નીચેની લીંક પર ક્લિક કરો…https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

બજારભાવ, બ્રેકિંગ ન્યુઝ, મોર્નિંગ ન્યુઝ તુરત જ જાણવા માટે કપ્તાનું ફેસબુક પેજ લાઈક અને ફોલો કરો…

નીચેની લીંક પર ક્લિક કરો અને કપ્તાનના ફેસબુક પેજમાં જઈને લાઈક અને ફોલોનું બટન દબાવો. https://www.facebook.com/kaptaannews

🙏🏼🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/BDeowoFVfbkELssypF4KFt

ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…

આ સમાચારને શેર કરો