Placeholder canvas

ચોટીલાના ચોબારી ગામના પાટીયા પાસે કાર ચાલકે વૃદ્ધાને અડફેટે લેતા મોત

ચોટીલા: ચોટીલા તાલુકાના ચોબારી ગામના પાટીયા પાસે કારનાચાલકે વૃદ્ધાને અડફેટે લેતા તેમનું ઘટના સ્થળે મોત થયું હતું. કાર ચાલાક ફરાર થઇ ગયો હતો. સુરેન્દ્રનગર જિલ્લાના નેશનલ હાઈવે ઉપર દિન પ્રતિદિન અકસ્માતોના બનાવો વધી રહ્યા છે અને લોકો પોતાના વાહનને સ્પીડમાં ચલાવી અને માનવ જિંદગીને અકસ્માત સર્જી અને મોતને ઘાટ ઉતારવાના અનેક બનાવો સામે આવી રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા નેશનલ હાઈવે ઉપર આવેલ ચોબારી ગામના પાટીયા પાસે એક વૃદ્ધ રસ્તો પસાર કરી રહ્યા હતા ત્યારે આ વૃદ્ધાને મોટર ચાલકે અડફેટ લીધા હતા. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી.

આ ઘટનાની મળેલ માહિતી મુજબ ચોટીલા ગામ પાસે આવેલા ચોબારી ગામના પાટીયા પાસે રસ્તો પસાર કરતા મગનભાઈ સોલંકી નામના વ્યક્તિને પસાર થઈ રહેલ પૂરપાટ ઝડપે જઈ રહેલ કારનાચાલકે હડફેટે લેતા મગનભાઈ સોલંકીનું ગંભીર ઇજાના કારણે ઘટના સ્થળ ઉપર મોત નીપજ્યું છે ત્યારે તેમને સારવાર માટે ચોટીલા હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા પરંતુ ત્યાં ફરજ ઉપરના ડોક્ટરે મૃત જાહેર કરતા પરિવારજનોમાં શોખનો માહોલ છવાઈ જેવા પામ્યો હતો.જ્યારે અકસ્માત સર્જી અને કારનો ચાલક ફરાર થઈ ગયો હતો. વધુ તપાસ ચોટીલા પોલીસ ચલાવી રહી છે.

આ સમાચારને શેર કરો