Placeholder canvas

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ભીમાણીના વરદહસ્તે Su Exam Sugam Portal લોન્ચ

રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ગીરીશભાઈ ભીમાણીના માર્ગદર્શન હેઠળ યુનિવર્સિટીના વિધાર્થીઓને તમામ સુવિધાઓ એક જ વેબસાઈટ પરથી સરળતાથી મળી રહે એ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સંદર્ભમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ગીરીશભાઈ ભીમાણીના વરદહસ્તે આજરોજ વિદ્યાર્થીઓની સુવિધા માટે જી Su Exam Sugam લોન્ચ કરવામાં આવી હતી.

આ Su Exam Sugam માં વિદ્યાર્થીઓને પરિણામ, હોલ ટીકીટ, ટાઈમ ટેબલ, પર્સનલ ડીટેઈલ્સ, પરીક્ષા ફોર્મ, રીએસેસમેન્ટની વિગત, જુના પ્રશ્નપત્રો તથા ઈલાઈબ્રેરી જેવી સુવિધાઓ એક જ જગ્યાએ ઉપલબ્ધ બનશે.સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ગીરીશભાઈ ભીમાણી એ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એ વિદ્યાર્થીઓને કેન્દ્રમાં રાખીને કાર્ય કરી રહી છે. વિદ્યાર્થીઓ એ યુનિવર્સિટીનું હૃદય છે. દરેક કોલેજોને આ સુવિધા અંગે માહિતગાર કરવામાં આવશે જેથી વિદ્યાર્થીઓને સરળતાથી બધી સુવિધા મળી શકે.

ખુબ જ ટૂંકા ગાળામાં વિધાર્થીઓને ઓનલાઈન સુવિધાઓ મળી રહે અને વિદ્યાર્થીઓના સમય, શક્તિ અને ખર્ચની બચત થાય એ માટે પોર્ટલ તૈયાર કરવાની સુંદર કામગીરી કરવા બદલ કુલપતિ પ્રો. ગીરીશભાઈ ભીમાણી એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા નિયામક નીલેસભાઈ સોની નથા તેમની ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

આ સમાચારને શેર કરો