skip to content

આવતીકાલે ધો-12 સાયન્સ-કોમર્સ અને ગુજકેટનું પરિણામ…

સવારે 9 વાગ્યે બોર્ડની વેબસાઇટ પર સાયન્સ-કોમર્સ રિઝલ્ટ જોઈ શકાશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા માર્ચ મહિનામાં પૂર્ણ થઈ હતી. પરીક્ષા પૂર્ણ થતાં પરિણામની વિદ્યાર્થીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. હવે આવતીકાલે ધોરણ 12નું પરિણામ જાહેર થશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહ તથા વિજ્ઞાન પ્રવાહનું પરિણામ સાથે જ જાહેર થશે. બંને પ્રવાહના ભેગા મળી કુલ ચાર લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ પર પરિણામ જોઈ શકશે.

પરિણામ વેબસાઈટ અને વોટ્સએપ પર જોઈ શકાશે

માર્ચ-2024માં યોજાયેલી ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુ.પ્રવાહ, GUJCET-2024 અને સંસ્કૃત મધ્યમાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર તારીખ: 09/05/2024ના રોજ સવારના 9 કલાકે જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંક (Seat Number) Enter કરી મેળવી શકશે. વિદ્યાર્થીઓ WhatsApp Number 6357300971 પર પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે.

આ સમાચારને શેર કરો