Placeholder canvas

કપ્તાન ઇમ્પેક્ટ: કપ્તાના લમ્પી વાયરસના સમાચાર બાદ ખીજડીયામાં પશુ ડોક્ટર દોડી ગયા.

વાંકાનેર : આજે સાંજના ચાર વાગ્યાની આસપાસ કપ્તાન ન્યૂઝે પોતાના વેબ પોર્ટલ પર વાંકાનેરમાં લમ્પી વાયરસે દેખા દીધીના મથાળા તળે સમાચાર અપલોડ કર્યા હતા અને તેમાં તંત્ર ઊંઘતું હોવું કહેવામાં આવ્યું હતું. આ સમાચાર જેવા અપલોડ થયા ત્યાં જ તંત્રની ઊંઘ ઊડી ગઈ અને માત્ર એકાદા કલાકમાં જ ખીજડીયામાં પશુ ડોક્ટર દોડી ગયા હતા.

આમ વાંકાનેર તાલુકાના ખીજડીયા ગામના માલધારી ભાઈઓ જે પોતાના પશુઓ લઈને ખૂબ ચિંતિત હતા અને તંત્ર ગણકારતું નોહતું… તે અચાનક આવીને અને પોતાની જીવાદોરી સમાન પશુઓને સારવાર કરવા લાગતા માલધારી સમાજમાં ખુશીની લાગણી ફેલાઈ ગઈ હતી અને તેઓએ કપ્તાન ન્યુઝનો ખાસ આભાર માન્યો હતો.

થોડું મોડું સહી પણ તંત્ર જાગ્યો એમની અમને ખુશી છે, જેમની રોજી રોટી, ગુજરાન આ પશુપાલન દ્વારા ચાલે છે. અને ખેડૂતો સાઈડ બીઝનેસ તરીકે પશુપાલન કરી રહ્યા છે, તેઓના પશુઓમાં લમ્પી વાયરસ ફેલાતો અટકે એથી વધારે રૂડું શુ…

અત્રે એ ઉલ્લેખનિય છે કે જે તાલુકામાં સબળ નેતૃત્વ હોય ત્યાંના લોકોને, ખેડૂતોને, પશુપાલકોને સરકારની યોજનાના સારા લાભ મળે છે અને સારી સુવિધાઓ મળે છે. જ્યારે જ્યાં નેતાગીરી નમાલી હોય ત્યાં લોકો સરકારી લાભથી વંચિત રહેતા હોય છે. જ્યાં જ્યાં લોકોને આવા લાભ મળતાં ન હોય અથવા તો ઓછા મળતા હોય ત્યારે સમજી લેવું કે ત્યાંની નેતાગીરી નમાલી છે.

અમને મળેલી માહિતી મુજબ વાંકાનેર તાલુકામાં 100 ગામો આવેલા છે અને 1962 એમ્બ્યુલન્સ માત્ર એક જ છે. જ્યાં સુધી અમને માહિતી છે ત્યાં સુધી એક એમ્બ્યુલન્સનું કાર્યક્ષેત્ર 10 ગામ પૂરતું હોય છે અને એ જ ગાઈડલાઈનને ફોલો કરીએ તો વાંકાનેર તાલુકામાં 1962 એમ્બ્યુલન્સ 10 હોવી જોઈએ. અહીં એ પણ નોંધવું જોઈએ કે ટંકારા તાલુકો વાંકાનેર તાલુકા કરતા ઘણો નાનો હોવા છતાં ત્યાં 1962 એમ્બ્યુલસ ત્રણ છે અને વાંકાનેરમાં માત્ર એક ! જે 1962 ની એમ્બ્યુલન્સ વાંકાનેરમાં એક છે તેમનું કાર્યક્ષેત્ર મહીકા-ભલગામ તરફના દસ ગામનું છે. આ વિસ્તાર સિવાયના બીજા અન્ય વિસ્તારો એટલે કે લુણસર વિસ્તાર, પંચાસીયા વિસ્તાર, સિંધાવદર વિસ્તાર નું શું ? અત્યારે સમય એ છે કે દરેક જાગૃત લોકોએ તેમના આગેવાનને પૂછવાનું કે તમે આપણા વિસ્તારમાં 1962 એમ્બ્યુલન્સ માટે શું કર્યું ? જો તમારામાં મોઢે મોઢ પૂછવાની હિંમત ન હોય તો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને પણ પૂછી શકાય… રસ્તો અમે બતાવ્યો છે, કામ તમારે કરવાનું છે. જય જનતા…

આ સમાચારને શેર કરો