Placeholder canvas

રાજકોટ: કોરોનાગ્રસ્ત બે દર્દીઓનાં મોત : ફરી કોરોનાની દહેશત ફેલાઇ

આરોગ્ય વિભાગની ટીમો દ્વારા સર્વેલન્સ કામગીરી વેગવંતી બની

રાજકોટ: સ્થાનીક સ્વરાજયની ચુંટણી પ્રક્રિયા પુર્ણ થયા બાદ ફરી કોરોના સંક્રમણમાં વધારો થવા લાગ્યો છે. જેની સામે આરોગ્ય તંત્ર એલર્ટ થયુ છે.

રાજકોટ જીલ્લામાં આજે વધુ બે દર્દીઓનાં મોત જાહેર થયા છે. આરોગ્ય વિભાગે બહાર પાડેલા બુલેટીનમાં આજે વધુ બે દર્દીનાં મોત જાહેર થયેલ છે.

ગઇકાલે જાહેર થયેલા 1 દર્દીના મોતમાં ડેથ ઓડીટ કમીટીએ દર્દીનું કોવીડથી મોત થયાનો રીપોર્ટ આપ્યો છે. આરોગ્ય વિભાગની સર્વેલન્સ કામગીરીમાં શરદી, ઉધરસ, તાવના લક્ષણો ધરાવતા વધુ 83 કેસ અને 47 ધનવંતરી રથમાં 118 અને હેલ્થ સેન્ટરમાં સરેરાશ 98 ઓપીડી નોંધાઇ છે.104 હેલ્પ લાઇનમાં ર અને 108 હેલ્પ લાઇનમાં 38 કોલ્સ નોંધાયા છે. 47 ટેસ્ટીંગ વાહનોમાં 593 એન્ટીજન ટેસ્ટ નોંધાયા હતા.

આરોગ્ય વિભાગે માધાપર, મોટા રામપર, રામોદ, નવાગઢ જેતપુર વિસ્તારો કવર કર્યા છે. સરકારી અને ખાનગી કોવીડ હોસ્પીટલમાં 1821 બેડ ઉપલબ્ધ છે.

આ સમાચારને શેર કરો