સિપાઇ સમાજ ટ્રસ્ટ આયોજીત મેડીકલ કેમ્પમાં 190 દર્દીઓએ લાભ લીધો

રાજકોટ: સિપાઇ સમાજ ટ્રસ્ટ ગુજરાત અને કડીવાર મલ્ટી સ્પેશ્યાલીસ્ટ હોસ્પિટલના સંયુકત ઉપક્રમે રાજકોટના પોપટપરા વિસ્તારમાં આવેલ માઉન્ટેન મસ્જીદ હોલ ખાતે સંપૂર્ણ વિનામુલ્યે સર્વ સમાજ માટે મેડીકલ કેમ્પ યોજાયો હતો.

આ મેડિકલ કેમ્પમાં તમામ જટીલ રોગના નિષ્ણાંત તબીબો ડો.મયુર શુકલ (જનરલ સર્જન), ડો.રાજન કામદાર (બાળ રોગ નિષ્ણાંત), ડો.ધવલ અજમેરા, ડો.મોહસીન લુલાણીયા, ડો.ઉમંગ શુકલા, ડો.મતીન લાખાણી, ડો.મોઇન પટ્ટણી, ડો.બિપીન કાનાણી, ડો. મુસ્તાક કાદરી, ડો.અબ્દુલ કાદીર જાદવ, ડો.સોમિલ ચૌહાણ, ડો.અંજુમન ચૌહાણ, ડો.અવેશ ચૌહાણ સહિત ડોકટરોએ દર્દીઓનું નિદાન કરી યોગ્ય સારવાર કરી હતી. આ કેમ્પમના 190 દર્દીઓએ લાભ લીધો હતો.

આ સમાચારને શેર કરો