skip to content

વાંકાનેર: વસીમ રિઝવી વિરુદ્ધ FIR દાખલ કરવા માટે આગેવાનોએ પોલીસને અરજી આપી

વાંકાનેર: દેશભરમાં ભૂતપૂર્વ શિયા સેન્ટ્રલ વકફ બોર્ડના સૈયદ વસીમ રિઝવી વિરુદ્ધ વિરોધ થઈ રહ્યો છે કારણ કે વસીમ રિઝવીએ આપણાં દેશની સર્વોચ્ચ અદાલતમાં કુરાને મજીદની ૨૬ આયાતો કાઢી નાખવા માટેની જાહેરહિતની અરજી (PiL) કરવામાં આવી ત્યારથી તેના વિરોધમાં દેશભરમાં રેલીઓ કાઢીને આવેદનપત્રો આપીને તેના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાની માંગ કરવામાં આવેલ છે.

વાંકાનેર ખાતે આજે સવારે ૧૧ વાગે દારૂલ ઉલુમ નુરીય્યાહ રઝવીય્યાહના આગેવાનો તેમજ મોમીન સમાજના આગેવાનો ઉસ્માનગની બાપુ ધ્રોલવાળા, યુસુફભાઈ શેરસિયા સિંધવદર, ઇસ્માઇલ કડીવાર સરપંચ વાલાસણ, ઉસ્માનગની શેરસિયા કાણકોટ, રહીમભાઈ બાદી તીથવા, યાકુબ સિપાઈ વાલાસણ, મહેબૂબભાઈ ચૌધરી ગુલશન, અલીમામદ પરાસરા,સલીમભાઈ પ્રતાપગઢ, હનીફભાઈ LIC અરણીટીંબા વિગેરે આગેવાનો દ્વારા ફરિયાદ માટેની અરજી સીટી પોલીસને આપવામાં આવી છે.

સૈયદ વસીમ રિઝવી, એડવોકેટ સુધાકર ત્રિવેદી, અરુણ પુરી, સંજય શર્મા, અનુરાગ સક્સેના સહિત પાંચ લોકો પર આયોજનપૂર્વક ઈસ્લામ ધર્મ, કુરાને મજીદ તેમજ ઈસ્લામ ધર્મના પહેલા ચાર ખલીફઓનું અપમાન કરવામાં આવેલ જેને લઈને આ આરોપીઓ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ ૧૫૩ ઉશ્કેરાટ પેદા કરવા માટે, ૧૫૩ (ક) ધર્મના નામે જુદા જુદા જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવા, ૧૫૩ (ખ) રાષ્ટ્રીય એકતા તોડવા, ૨૯૫ (ક) ધાર્મિક માન્યતાઓનું અપમાન કરવા, ૫૦૪ સુલેહભંગ કરવા, ૫૦૫ ધાર્મિક લાગણી દુભાવના હેતુસર અને ૧૨૦(ખ) ગુનાહિત કાવતરું ધડવા તથા આઈ.ટી.એકટ ૨૦૦૦ ની કલમ ૬૭ અન્વયે કાયદાની જોગવાઈઓ મુજબ તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવા માટેની માંગણી કરવામાં આવેલ હતી.

દારૂલ ઉલુમના આગેવાન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ ફરિયાદ દાખલ કરવામાં નહિ આવે તો કોર્ટમાં જઈને પણ આ પાંચ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવીશું.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/CqPke8yvV46B8vGujhfwyh

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો