Placeholder canvas

મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનાના આરોપી જયસુખ પટેલના જામીનનો રસ્તો સાફ, સરકારે કરી તરફેણ…!!!

મોરબી બ્રિજ દુર્ઘટના કેસમાં મુખ્ય આરોપી જયસુખ પટેલની જામીન અરજી પર ગુજરાત હાઇકોર્ટમાં જજ દિવ્યેશ જોશીની કોર્ટ સમક્ષ સુનાવણી હાથ ધરાઇ હતી. એમાં હાઇકોર્ટે જયસુખ પટેલની જામીન અરજી પર ચુકાદો અનામત રાખ્યો છે. એમાં સરકાર તરફથી એડિશનલ એડવોકેટ જનરલ મિતેષ અમીને રજૂઆત કરી હતી કે આરોપીની જામીન અરજી પર કોર્ટે વિવેક શક્તિ મુજબ નિર્ણય લેવો જોઈએ. અરજદાર એક બિઝનેસ પર્સન છે. તે ભાગી જાય એમ નથી. શરતોને આધીન કોર્ટ વિવેકબુદ્ધિપૂર્વક નિર્ણય આપી શકે છે. તો પીડિત પક્ષે રજૂઆત કરી હતી કે સામાન્ય સિદ્ધાંતોની જગ્યાએ કોર્ટે મેરિટને આધારે નિર્ણય લેવો જોઈએ.

સરકાર તરફથી એડિશનલ એડવોકેટ જનરલ મિતેષ અમીને રજૂઆત કરી હતી કે ઓરેવા કંપનીના કુલ ત્રણ આરોપી પૈકી એકને જામીન મળ્યા છે. જ્યારે બે આરોપી જેલમાં છે. બ્રિજનું રિનોવેશન દેવપ્રકાશ સોલ્યુશન દ્વારા કરાયું છે. માર્ચ, 2023માં ચાર્જશીટ ફાઈલ થઈ છે. FSL રિપોર્ટમાં બ્રિજની નબળાઈનું કારણ પણ જાહેર થયું છે. સપ્ટેમ્બર મહિનામાં વધુ તપાસના કાગળિયા કોર્ટ સમક્ષ મુકાયા છે. હજી સુધી આરોપીઓ સામે ચાર્જફ્રેમ નથી થયો. કેટલાક આરોપીને જામીન મળ્યા છે. આ કેસમાં 370 સાહેદો હોવાથી ટ્રાયલ લાંબી ચાલશે. સુપ્રીમ કોર્ટના જુદા જુદા ચુકાદાઓ મુજબ તપાસ પૂર્ણ થતાં જો ટ્રાયલ લાંબી ચાલે તેમ હોય તો આરોપીની જામીન અરજી પર કોર્ટે વિવેકશક્તિ મુજબ નિર્ણય લેવો જોઈએ. અરજદાર એક બિઝનેસ પર્સન છે. તે ભાગી જાય એમ નથી. શરતોને આધીન કોર્ટ વિવેકબુદ્ધિપૂર્વક નિર્ણય આપી શકે છે.

પીડિત પક્ષે રજૂઆત કરી હતી કે સામાન્ય સિદ્ધાંતોની જગ્યાએ કોર્ટે મેરિટને આધારે નિર્ણય લેવો જોઈએ. સુપ્રીમ કોર્ટે જયસુખ પટેલની વચગાળાની જામીન અરજી ધ્યાને લીધી નથી. વળી, બે ટિકિટ ચેકર, ત્રણ સિક્યોરિટી ગાર્ડ અને ઓરેવાના એક મેનેજરને જામીન અપાયા ત્યારે કોર્ટે તેમને નાના માણસો (નાની માછલીઓ) કહ્યું હતું તો શું જયસુખ પટેલ નાની માછલી છે? આજે મોરબીબ્રિજ દુર્ઘટનાના પીડિતો પણ હાઈકોર્ટ આવ્યા હતા.

આ સમાચારને શેર કરો