Placeholder canvas

રાજકોટ,મોરબી અને વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં દિવાળીની કેટલા દિવસની રજા રહેશે ? એ જાણવા વાંચો

આગામી દિવાળીના તહેવાર નિમિત્તે તમામ માર્કેટિંગ યાર્ડમાં રજા રહેતી હોય છે,ત્યાર વાંકાનેર,મોરબી અને રાજકોટ માર્કેટ માર્કેટિંગ યાર્ડમાં કેટલા દિવસ રજા રહેશે? તેમજ ખેડૂતોએ કયા માર્કેટિંગ યાર્ડમાં ક્યારથી રજા શરૂ થાય છે અને ક્યારે પૂરી થશે તે જાણીને પછી જ પોતાનો માલ વેચવા માટે માર્કેટિંગ યાર્ડમાં લઈ જવો જેથી કોઈ તકલીફ ન પડે…

વાંકાનેર:-

વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં દિવાળીની રજા તારીખ 22/10/2022 ને શનિવાર થી તારીખ 28/10/2022 ને શુક્રવાર સુધી માર્કેટિંગ યાર્ડ, વાંકાનેર માર્કેટિંગ યાર્ડમા તમામ કામકાજ બંધ રહેશે અને આ રજાના દિવસોમા ઉતરાય પણ બંધ રહેશે.

મોરબી:-

મોરબી માર્કેટિંગ યાર્ડમાં દિવાળીના જાહેર તહેવાર નીમીતે મોરબી માર્કેટયાર્ડમાં અનાજ વિભાગમાં તા.૨૪/૧૦/૨૦૨૨ થી તા.૩૦/૧૦/૨૦૨૨ સુધી રજા જાહેર કરવામાં આવે છે. ૩૧/૧૦/૨૦૨૨ને સોમવારથી હરરાજી નું કામ-કાજ શરૂ કરવામાં આવશે. ખાસ નોંધ

તા.૨૨/૧૦/૨૦૨૨ને શનિવારના રોજ સવારના ૮:૦૦ (આઠ) વાગ્યા સુધી જ માલ ઉતરાઈ થશે ત્યાર બાદ કોઈ ખેડૂતોએ માલ લઈને આવવું નહીં.

તા. ૩૦/૧૦/૨૦૨૨ ને રવિવારથી માલની આવક આવવા દેવામાં આવશે,જેની લાગતા- વળગતા સર્વેએ નોંધ લેવી.

રાજકોટ:-

દિવાળીના તહેવારો નિમિતે માર્કેટ યાર્ડમાં ખરીદ વેચાણનું કામકાજ બંધ રહેશે.

➡️શ્રી સરદાર વલ્લલભભાઈ પટેલ મુખ્ય માર્કેટ યાર્ડ (બેડી) માં. તા.૨૪.૧૦.૨૦૨૨ થી ૨૯.૧૦.૨૦૨૨ સુધી દિવસ-૬ કામકાજ બંધ રહેશે.

શ્રી પોપટભાઈ સોરઠીયા સબ યાર્ડ (રાજકોટ) માં…….
➡️ તા.૨૫,૧૦.૨૦૨૨ થી ૨૯.૧૦.૨૦૨૨ સુધી શાકભાજી વિભાગમાં દિવસ-૫
➡️ તા.૨૫.૧૦.૨૦૨૨ થી ૨૭.૧૦.૨૦૨૨ સુધી બટેટા વિભાગમાં દિવસ-૩
➡️ તા.૨૪.૧૦.૨૦૨૨ થી ૨૮.૧૦.૨૦૨૨ સુધી ડુંગળી વિભાગમાં દિવસ-૫
➡️ તા.૨૪,૧૦,૨૦૨૨ થી ૨૭.૧૦.૨૦૨૨ સુધી ઘાસચારા વિભાગમાં દિવસ-૪ કામકાજ બંધ રહેશે.

ઉપરોકત વિગતે માર્કેટ યાર્ડનું કામકાજ બંધ હોઈ તા.૨૨.૧૦.૨૦૨૨ ને શનીવાર સવારના ૮.૦૦ વાગ્યાથી તા.૩૦.૧૦.૨૦૨૨ ને રવિવાર રાત્રીના ૧૦ વાગ્યા સુધી મુખ્ય માર્કેટ યાર્ડ (બેડી-અનાજ)ની તમામ આવકો બંધ કરેલ હોઈ તેની નોંધ લઈ આ દિવસોમાં ખેડૂતભાઈઓને મુખ્ય માર્કેટ યાર્ડ (બેડી)માં માલ વેચવા લાવવો નહિ. તા.૩૧.૧૦.૨૦૨૨ ને સોમવારથી રાબેતા મુજબ મુખ્ય માર્કેટ યાર્ડ (બેડી)નું કામકાજ શરૂ થશે.

નોંધ:- આ ત્રણેય માર્કેટિંગ યાર્ડમાં દિવાળીના રજાના દિવસો જાહેર કરેલ છે. જેમાં રજાની શરૂઆતમાં રવિવાર કે રજાના અંતમાં રવિવાર આવતો હોય અથવા તો જાહેર રજા હોય તો તે દિવસે પણ રજા રહેશે.

આ સમાચારને શેર કરો